વડોદરાઃસયાજી હોસ્પિટલમાંથી રેપ અને હત્યાકેસના બે કેદી ફરાર

Feb 14, 2017 02:20 PM IST | Updated on: Feb 14, 2017 02:20 PM IST

વડોદરાઃસયાજી હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાંથી આજે હત્યા અને રેપ કેસમાં સંડોવાયેલા બે કેદીઓ પોલીસને ચકમો આપી ભાગી છુટ્યા છે.વોર્ડ નંબર-13ની બાથરૂમની ગ્રીલ તોડી કેદી ફરાર થયા છે. બેદરકારી દાખવનાર હેડ કોન્સ્ટેબલ બેચરભાઈ પરમાર, કોન્સ્ટેબલ કિશોર પાટીલ સામે ગુનો નોધવામાં આવ્યો છે.

કેદીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ લવાયા હતા.પોલીસને હથોડી અને કટર મળી આવી છે. ભાગી છુટેલો કેદી રાજુ નિનામા હત્યા કેસ, સબુર ડામોર દુષ્કર્મ કેસનો આરોપી છે.કેદીઓ પાસેથી કટર અને હથોડી મળી આવતા સુરક્ષાની પોલ ખુલી છે.

વડોદરાઃસયાજી હોસ્પિટલમાંથી રેપ અને હત્યાકેસના બે કેદી ફરાર

વડોદરાની સેન્ટ્રલ જેલમાં દુષ્કર્મના કેસમાં સજા કાપી રહેલા કેદી સબુર ડામોરે ટીબીની વધુ ગોળીઓ ગળી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.તેમજ સેન્ટ્રલ જેલમાં જ હત્યા કેસમાં સજા ભોગવી રહેલા રાજુ નીનામાને ગેસની બીમારી થતા સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો.બંન્ને કેદીઓ આજે સવારે સયાજી હોસ્પિટલના વોર્ડ નંબર 13ની શૌચાલયની લોખંડની બારીની ગ્રીલ કાપી ફરાર થઈ ગયા હતા..જેના પગલે પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે.કેદી ફરાર થતા પોલીસ સહિત ડોગ સ્કવોડની ટીમ તપાસ માટે સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.

સુચવેલા સમાચાર