અહીં ગ્રેજ્યુએશનની ૧૯૦૦૦ ડીગ્રી કબાટમાં ધૂળ ખાય છે, નથી કોઇ લેનાર

Mar 13, 2017 11:01 AM IST | Updated on: Mar 13, 2017 11:01 AM IST

રાજકોટઃઆ એક એવી યુનિવર્સિટી છે કે જેના કબાટમાં મહત્વની કહેવાતી 19 હજાર કરતા પણ વધુ ડિગ્રી ધુળ ખાય છે.કોઈ પણ વિદ્યાર્થી કે વ્યક્તિ માટે ગ્રેજ્યુએશન કે પોસ્ટગ્રેજ્યુએશન બાદ તેનુ ડીગ્રી સર્ટિફિકેટ ખુબ મહત્વનું ગણાય છે પણ અમે હવે એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વાત કરી રહ્યા છે કે જ્યાં ડીગ્રી નું કોઈ લેવાલ નથી.સરનામાના અભાવને કારણે ડીગ્રી  મળતી નથી. યુનિવર્સીટીએ સ્પીડ પોસ્ટની વ્યવસ્થા કરી હોવા છતા પણ વિદ્યાર્થીઓના સરનામા નહી હોવાથી પહોચી શકતી નથી.૧૯૭૦ થી ૨૦૧૬ સુધીમાં ૧૯૦૦૦ ડીગ્રીઓ પરત આવી છે. નોકરી અને વિદેશ જવામાં ખુબ ફાયદારૂપ ડીગ્રી સર્ટિ લેવામાં વિદ્યાર્થીઓમાં સુસ્તી છે.

saurast yuni

અહીં ગ્રેજ્યુએશનની ૧૯૦૦૦ ડીગ્રી કબાટમાં ધૂળ ખાય છે, નથી કોઇ લેનાર

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને એ ગ્રેડની યુનિવર્સીટી માનવામાં આવે છે. અહીના વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક સુસ્ત દેખાઈ છે અથવાતો વિદ્યાર્થીઓને કોઈ કીમત નથી તેવું દેખાઈ રહ્યું છે કેમકે યુનિવર્સીટીના કબાટમાં ૧૯૭૦ થી આજ સુધી પરત આવેલી ૧૯૦૦૦ જેટલી ડીગ્રીઓ કબાટમાં ધૂળ ખાઈ રહી છે. યુનિવર્સીટી માં પદવીદાન સમારોહ બાદ વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટ દ્વારા પદવી મોકલવામાં આવતી હોઈ છે પરંતુ સરનામાં કે અન્ય કારણો સર આ ડીગ્રી પરત આવતી હોઈ છે જે વિદ્યાર્થીઓ ફરીથી લેવા પણ આવતા નથી.ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના સરનામાં ખોટા, ભૂલ ભરેલા અથવા અન્ય જગ્યા પર સ્થળાંતર થવાથી પ્રતિવર્ષ ડીગ્રીનો જથ્થો વધી રહ્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર