સાઉદીમાં ગુજરાતી મહિલાઓને નોકરીની લાલચ આપી દેહ વેપારમા ધકેલવામાં આવતી

Mar 19, 2017 03:52 PM IST | Updated on: Mar 19, 2017 03:52 PM IST

અમદાવાદઃસાઉદી અરેબીયામા અમદાવાદની મહિલા ફસાઈ હોવાના કેસમા મહિલા ક્રાઈમબ્રાંચને સફળતા મળી છે. આ કેસમાં પોલીસે વધુ એક એજન્ટની ધરપકડ કરી હતી અને તપાસમાં ગુજરાતની 100થી વધુ મહિલાઓ સાઉદીમા ફસાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ઈમેઈલ કરીને જાણ કરી અને બાદમાં ફસાયેલી મહિલાઓના છુટકારા માટે મહિલા ક્રાઈમ બ્રાંચે  રેહાના 2 દિવસના રિમાન્ડ મેળવી ઘનિષ્ટ તાપસ હાથધરી હતી. જેમાં તપાસ દરમ્યાન હાફિઝા બાનુને પરત લાવવામાં મહિલા ક્રાઇમબ્રાન્ચને સફળતા મળી છે.

saudi'

સાઉદીમાં ગુજરાતી મહિલાઓને નોકરીની લાલચ આપી દેહ વેપારમા ધકેલવામાં આવતી

અમદાવાદની હાફિઝ બાનું સાઉદીમા ફસાયેલી છે. આ વાતની હકીકત મળતા ભારત સરકાર તરફથી તેને પાર્ટ લાવવા પર્યાસ સરૂ કરવામાં આવ્યા હતા. જેમાં ફસાયેલી મહિલા 16 માર્ચે ભારત પરત ફરવાની હતી. જેમાં બાદમાં માલુમ પડ્યું કે એજન્ટએ સરકાર અને પોલીસને ગેરમાર્ગે દોરયા હોવાનુ ખુલ્યુ હતું.. કેમ કે પહેલા મહિલાની ટીકીટ બુક કરાવીને 10 મીનીટ પછી ટીકીટ રદ કરી. જ્યારે બીજી તરફ પોલીસ અને સરકાર તેમજ પરિવાર દિકરી પરત આવશે તેવી રાહ જોતી રહી.

જયારે એજન્ટે મહિલાને અન્ય સ્થળે ગોંધી રાખી હતી. આ સમગ્ર મામલે મહિલા ક્રાઈમ બ્રાંચે માનવ તસ્કરીનો ગુનો નોંધીને તપાસ કાર્યવાહી હાથધરી હતી. જેમાં ઘનિષ્ટ તપાસ બાદ મહિલા એજન્ટ રેહાના બાદ મુબંઈના ફારુક મન્સુરી નામના એજન્ટની મહિલા ક્રાઇમબ્રાન્ચે  ધરપકડ કરી તપાસનો તખ્તો તૈયાર કર્યો હતો. અને આખરે હાફિઝ બાનુને પરત લાવવામાં મહિલા ક્રાઇમબ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે.

 

સુચવેલા સમાચાર