પાકિસ્તાનનો દાવો: જાસૂસ કુલભૂષણ પાસે હતો મુસ્લિમ પાસપોર્ટ

Apr 14, 2017 05:20 PM IST | Updated on: Apr 14, 2017 05:20 PM IST

નવી દિલ્હી #કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાને શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું કે તે જાસૂસ જ છે. મિલિટ્રી કોર્ટે સંભળાવેલી ફાંસીની સજાનો બચાવ કરતાં પાકિસ્તાનના વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અજીજે કહ્યું કે, કુલભૂષણ જાધવ જાસૂસ છે એ પુરવાર થઇ ચુક્યું છે. જોકે આ અગાઉ અજીજ એ માની ચૂક્યા છે કે, એમની વિરૂધ્ધ જાસૂસીના પુરાવા નથી. જાધવ મામલે ભારત દરેક પ્રકારની કુટનીતિ કરી રહ્યું છે.

ન્યૂઝ18 ઇન્ડિયાના અહેવાલ અનુસાર અજીજે કહ્યું કે, તે વેપારી નહીં પરંતુ જાસૂસ છે. એની પાસેથી બે પાસપોર્ટ મળ્યા છે. જેમાં એક મુસ્લિમ નામથી અને બીજો હિન્દુ નામથી છે.

પાકિસ્તાનનો દાવો: જાસૂસ કુલભૂષણ પાસે હતો મુસ્લિમ પાસપોર્ટ

અજીજે એ પણ કહ્યું કે, જાધવને કાયદા અનુસાર ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. તેમણે કહ્યું કે તે ઇચ્છે તો 40 દિવસમાં મિલિટ્રી કોર્ટના આદેશ સામે અપીલ કરી શકે છે.

અહીં નોંધનિય છે કે, ડિસેમ્બર 2016માં જાધવના કેસને લઇને પાકિસ્તાનના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અજીજે માન્યું હતું કે, એની વિરૂધ્ધ પુરતા પુરાવા નથી, જોકે આ વર્ષે માર્ચમાં અજીજ પોતાની વાતથી ફરી ગયા હતા.

પાકિસ્તાને જાધવને ઇરાનના રસ્તા બલૂચિસ્તાનમાં ઘૂસ્યા બાદ માર્ચ 2016માં પકડ્યાનો દાવો કર્યો હતો અને એને રો નો એજન્ટ ગણાવ્યો હતો. ગત સપ્તાહે પાકિસ્તાની મિલિટ્રી કોર્ટે જાસૂસીના આરોપમાં કુલભૂષણને ફાંસીની સજા સંભળાવી છે. જોકે ભારતે પાકિસ્તાની મિલિટ્રી કોર્ટેના આદેશ અને પાકિસ્તાન દ્વારા મુકાયેલા આરોપોને ખોટા ગણાવ્યા છે અને વિશ્વ સમક્ષ પાકિસ્તાનના તરકટ સામે નારાજગી વ્યક્ત કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર