NRI પરિવાર લગ્નના ઢોલ ઢબુકે તે પહેલા જ કાળનો કોળિયો બન્યો

Jan 20, 2017 01:33 PM IST | Updated on: Jan 20, 2017 02:44 PM IST

વાપીઃવલસાડના સરોધી નજીક હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જ્યાયો છે.ટેમ્પો અને કાર વચે સર્જાયેલા આ જીવલેણ અકસ્માતમા 6 લોકોના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજતા સમગ્ર વિસ્તાર મા ચકચાર મચી ગઈ છે.અકસ્માતનો ભોગ બનેલ પરિવારમાથી બે એનઆરઆઇ હોવાની બહાર આવ્યુ છે.જોકે કરુણ વાત એ છે કે અકસ્માતમા મોતને ભેટેલ એક યુવતીના એક મહિના બાદ લગ્ન હતા અને લગ્નમા હાથ પીળા થાય તે પહેલા જ વતન પરત આવતા કાળનો કોડિયો બની જતા સમગ્ર પંથકમા ચકચાર મચી ગઈ છે.

જાણવા મળ્યા મુજબ મૃતક અંકિતાના આવતા મહિને લગ્ન હતા. જે કેનેડાથી લગ્ન માટે વતન આવેલ. તેના સાસુ સસરાને આવકારવા મુંબઇ એરપોર્ટ ગઈ હતી.જોકે પરત ઘરે પહોંચેએ પહેલા જ સાસુ અને સસરા સાથે તે પણ મોતને ભેટતા મૃતકોના પરિવાર સહિત સમગ્ર પંથકમા ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

વલસાડ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 8 આજે વહેલી સવારે જ કાળમુખો સાબિત થયો છે.હાઇવે પર સવારે ટેમ્પો અને કાર વચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમા 6 લોકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યાં હતા.ઘટનાની વિગત પ્રમાણે વલસાડના સરોધી નજીક નેશનલ હાઇવે નમ્બર 8 પર મુંબઇથી નવસારી જતી એક કાર વચે અકસ્માત સર્જાયો હતો.ધડાકા સાથે અકસ્માત સર્જાતા કાર મા સવાર 6 લોકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યાં હતા.જેમા 3 મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોએ સ્થળ પર પહોચી પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ અધિકારીઓ સાથેનો કાફલો સ્થળ પર પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માત એટલો ગમ્ભીર હતો કે કાર નો કચરઘાણ વડી ગયો હતો. તેમા ત્રણ મૃતદેહો ફસાઈ ગયા હતા.જેમના મૃતદેહો ને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરીને કારને કાપીને બહાર કાઢવા પડ્યા હતા.

અકસ્માતને કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થઇ જતા મુંબઇથી સુરત જવાના ટ્રેક પર થોડા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો.જોકે સ્થળ પર હાજર પોલીસ એ હાઇવે ના વાહન વ્યવહાર ને યથાવત કર્યો હતો.પોલીસ એ આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોને જાણ કરીને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

 

પ્રાથમિક તપાસમા અકસ્માતમા મોતને ભેટેલ પરિવાર મૂળ નવસારી જિલા ના વતની હતા. જેઓ લગ્ન પ્રસંગ માટે કેનેડાથી વતન આવી રહ્યા હતા.કેનેડા રહેતા પરિવારના બે એનઆરઆઇ સભ્યો લગ્ન માટે આવી રહ્યા હતા.જેથી વતન મા રહેતા પરિવારના 3 સભ્યો તેમને મુંબઇ એરપોર્ટથી આવકારી ઘરે પરત ફરી ફરી રહ્યા હતા. જોકે કરુણતાએ છે કે વતન પરત ફરે એ પહેલા જ તમામને કાળ ભરખી ગયો હતો.જેથી સમગ્ર વિસ્તારમા ગમગીની નો માહોલ છવાઈ ગયો હતો.

મોતને ભેટેલ વ્યક્તિઓની યાદી

-અંકિતા હસમુખ ભાઈ ગાંધી ...મૂળ ...બીલીમોરા નવસારી

-માનશી આનંદકુમાર તમ્બાકૂવાલા ..મુળ ..બીલીમોરા નવસારી

-આનંદકુમાર ઠાકોરભાઈ તમ્બાકૂવાલા ...મૂળ બીલીમોરા નવસારી

-પ્રકાશભાઈ પસ્તાગીયા ...કેનેડા ....મૂળ ..નવસારી

-મીનાક્ષી બેન પસ્તાગીયા ...કેનેડા ..મુળ નવસારી

-કાર ચાલક

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર