આગામી પેઢી માટે સમાજ જાગૃત બને:શંકર ચૌધરી

Jun 04, 2017 09:14 AM IST | Updated on: Jun 04, 2017 09:14 AM IST

આજે એક તરફ વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની વિઘાતક અસરો દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે આજે બનાસકાંઠા માં સ્થાનિક શહેરીજનો દ્વારા એક પદયાત્રા નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત સરકારના રાજ્ય આરોગ્ય પ્રધાન શંકરભાઇ ચૌધરી ખાસ હાજર રહ્યા હતા.આજે પાલનપુર શહેર માં 45 મિનિટ સુધી ચાલનારી આ યાત્રા માં આગામી સમય માં પર્યાવરણ ને અનુરૂપ થવાની સાથે તેના દુરપયોગ થી બચાવવા ની વાત ને પ્રાધાન્ય અપાયું હતું આ પ્રસંગે બોલતા રાજ્ય આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે આગામી પેઢી માટે આજનો સમાજ જાગૃત નહિ થાય તો આગામી પેઢી એ તેના વરવા પરિણામ ભોગવવા પડશે.

ફાઇલ તસવીર

આગામી પેઢી માટે સમાજ જાગૃત બને:શંકર ચૌધરી

 

સુચવેલા સમાચાર