રાજપૂતોને ભણસાલીએ લખી ચીઠ્ઠી, પદ્માવતી ફિલ્મમાં નથી કોઇ પ્રેમપ્રસંગની કહાની

Jan 30, 2017 02:39 PM IST | Updated on: Jan 30, 2017 06:46 PM IST

બોલીવુડના જાણિતા નિર્દેશક સંજય લીલા ભણસાલીએ રાજપૂત સભાને ચીઠ્ઠી લખીને ચોખવટ કરી છે. ભણસાલીએ ચીઠ્ઠી લખી તેમની આવનારી ફિલ્મ "પદ્માવતી"માં અલાઉદ્દીન ખીલજી અને રાણી પદ્માવતીના પ્રેમ પ્રસંગના કોઇ દ્રશ્ય નથી અને કોઇ પ્રેમ પ્રસંગ જેવો શીન પણ શુંટ કરાયો નથી.

નોધનીય છે કે, રાજસ્થાનના જયપુરના જયગઢ કિલ્લામાં ફિલ્મ પદ્માવતીની શુટિંગ દરમીયાન રાજપૂત કરણી સેનાએ સંજય લીલા ભણસાલી સાથે હાથાપાઇ કરી હતી. કરણી સેનાના કાર્યકરોએ ફિલ્મ સેટ પર પહોચી તોડફોડ કરી હતી. સંજયલીલા ભણસાલીને થપ્પડ પણ મારી હતી. આ વચ્ચે પદ્માવતીનો વિરોધ ચાલુ છે. અમદાવાદમાં પણ રાજપૂત સેનાએ ભણસાલી સામે વિરોધ પ્રદર્શન કર્યું છે.

રાજપૂતોને ભણસાલીએ લખી ચીઠ્ઠી, પદ્માવતી ફિલ્મમાં નથી કોઇ પ્રેમપ્રસંગની કહાની

નોધનીય છે કે, પદ્માવતી રાજસ્થાનની ભૂમિની કહાની છે. ફિલ્મમાં શાહિદ કપુર પદ્માવતીના પતિ અને રાજપૂત શાસક રાજા રતનસિંહની ભૂમિકામાં છે. આ સિવાય આ ફિલ્મમાં રનવીરસિંહ સલ્તનત કાળમાં દિલ્હીના શાસક અલાઉદ્દીન ખિલજીની ભુમિકા નિભાવી રહ્યા છે. જેને રાણી પદ્માવતી સાથે પ્રેમ થઇ જાય છે. ફિલ્મમાં પદ્માવતીની ભૂમિકા દીપિકા પાદુકોણ નિભાવી રહી છે.

કરણી સેનાનું કહેવું છે કે ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી અને રાણી પદ્માવતી વચ્ચે કથિતરૂપથી લવસીન દર્શાવવાના પ્રયાસો છે જેના પર આપતિ છે. જે ખોટી રીતે ઇતિહાસ સાથે ચેડા કરાય છે. ખિલજીનો રોલ રણવીરસિંહ અને પદ્માવતીનો રોલ ફિલ્મમાં દિપિકા પાદુકોણ કરી રહી છે.

ફિલ્મનું નામ પદ્માવતી ન હોવું જોઇએઃકરણી સેના

જો કે સંજય લીલા ભણસાલીની રાજપુત સભાને લખેલી ચીઠ્ઠી કામ આવી નથી. સોમવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાજપૂત સભા ભવનમાં કરણી સેના અને ભણસાલી પ્રોડક્સન બંનેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી પરંતુ અહી પણ કરણી સેનાએ ભણસાલીને ઓકાત બતાવવા હંગામો મચાવ્યો હતો. અને ફિલ્મનું નામ પદ્માવતી નહી રાખવા ચિમકી આપી હતી કેટલાક રાજપૂતોએ તો ફિલ્મ ન બનાવવા પણ કહ્યુ હતું. બીજી બાજુ ભણસાલી પ્રોડક્સનના સીઇઓ શોભા સંતે જણાવ્યું કે અમે ફિલ્મમાંથી તમામ એવા સીનો પર નજર કરી છે. જેના પર કરણી સેનાએ આપતી જતાવી હતી. અમે ફિલ્મમાં કોઇ રાજપૂતોને ઠેસ પહોચાડે તેવા સીનો  નહી લેવાનો નિર્ણય કર્યો છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર