મોદીના કટ્ટર વિરોધી કહેવાતા RSSના સંજય જોશી મહેસાણા પહોચ્યા

Jan 20, 2017 01:14 PM IST | Updated on: Jan 20, 2017 01:14 PM IST

મહેસાણાઃRSS સંગઠન સાથે જોડાયેલા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય જોશી ગુજરાત આવી મહેસાણા રેલ્વે સ્ટેશનથી વિજાપુરના રણછોડપુરા ગામે ઉડતી મુલાકાત લઇ હિમ્મત નગર સામાજિક પ્રસંગે હાજરી આપવા પહોચ્યા હતા. નોધનીય છે કે, સંજય જોશી અને પીએમ મોદી એક બીજાના કટ્ટર વિરોધી હોવાનું કહેવાય છે.

જોશી પ્રસંગમાં હાજરી આપી તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. ત્યારે મહત્વની વાત એ છે કે સંજય જોશીના ગુજરાત આગમનમાં પ્રથમ મહેસાણા રેલ્વે ઉતર્યા હોવા છતાં પોલીસ અને જીલ્લા ભાજપ તંત્ર પાસે કોઈ વિગતો ન હોવાનું સામે આવ્યું છે ત્યારે સંજય જોશીના સાથે જોવા મળતો કાફલોમાં પણ ખુબ ઓછી સંખ્ય હતી.

મોદીના કટ્ટર વિરોધી કહેવાતા RSSના સંજય જોશી મહેસાણા પહોચ્યા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર