સાણંદઃપાણી માગનારા ખેડૂતો સામે સરકારે નોધ્યો હત્યાના પ્રયાસનો ગુનો,હાર્દિકે શું કહ્યુ જાણો

Feb 14, 2017 07:05 PM IST | Updated on: Feb 14, 2017 07:05 PM IST

અમદાવાદઃસિંચાઇ માટે પાણીની માંગ સાથે આજે સાણંદ વિસીયા ગામ નજીક ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.પથ્થરમારામાં SP સહીત પોલીસકર્મીઓને ઈજાગ્રસ્ત થયા છે.નળકાંઠાના ગામોમાં ખેડૂતો દ્વારા રેલી કાઢવા મામલે ફરિયાદ નોંધાયા બાદ DySPએ માહિતી આપતા કહ્યુ હતું કે,SP સહિત 5 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે.

sanand kedut01

સાણંદઃપાણી માગનારા ખેડૂતો સામે સરકારે નોધ્યો હત્યાના પ્રયાસનો ગુનો,હાર્દિકે શું કહ્યુ જાણો

ખેડૂતો સામે હત્યાના પ્રયાસ, રાયોટિંગ, પોલીસ પર હુમલાની ફરિયાદ દાખલ કરાઈ છે.38 ટિયરગેસના સેલ છોડવામાં આવ્યા છે.ગઇકાલે ખેડૂતોના સમર્થનમાં ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર સાણંદ બંધનું એલાન આપ્યું છે તો આ બંધના એલાનને પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે સમર્થન આપ્યું છે. બંધના એલાન માટે જરૂરી બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.1 SRP કંપની અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રહેશે.

sanand kedut1

પોલીસે ખેડૂતો સામે IPC કલમ 307 હેઠળ ફરીયાદ નોધી છે.30 જેટલા ખેડૂતો સામે અલગ અલગ કલમ મુજબ ફરીયાદ નોંધી છે.સરકાર તરફથી ખેડૂતો સામે ફરીયાદ નોંધાઇ છે. ત્યારે આ મુદ્દે રાજકારણ ખેલાય તો નવાઇ નહી.

'કોના ઇશારાથી ખેડૂતો પર થયો લાઠીચાર્જ?'

આવતીકાલના સાણંદ બંધને હાર્દિક પટેલે આપ્યું સમર્થન

પાસ નેતા હાર્દિક પટેલનું નિવેદન

'કોના ઇશારાથી ખેડૂતો પર થયો લાઠીચાર્જ?'

હાર્દિકે 18 હજાર ગામના ખેડૂતોને કર્યું આહવાન

'ગાંધીજીના સવિનય કાનૂન ભંગના રસ્તે ગુજરાતના ખેડૂતો આંદોલન કરે'

ગાંધીનગર જતા ખેડૂતોને પોલીસે અટકાવતા મામલો ગરમાયો

નળકાંઠાના વિસ્તારના અનેક ગામોને નર્મદાનું પાણી ન મળતાં રોષે ભરાયેલા ખેડૂતોએ આજે સાણંદ નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને ટ્રેક્ટરમાં ગાંધીનગર ફરિયાદ કરવા જવાનું આયોજન કર્યું હતું. જોકે, ખેડૂતોની આ રેલીને રેથડ ગામ પાસે જ પોલીસે આગળ જતાં અટકાવી દીધી હતી. ફતેવાડી કેનાલમાંથી સાણંદ તાલુકાના ગામોને ખેતી માટે પાણી આપવામાં ન આવતાં ખેડૂતોએ રેલી યોજી હતી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર