ઉત્તરપ્રદેશ ચૂંટણી જંગ: અખિલેશને મળી સાયકલ, મહાગઠબંધનના સંકેત ઉજળા, શું છે વિગત? જાણો

Jan 17, 2017 11:30 AM IST | Updated on: Jan 17, 2017 11:30 AM IST

નવી દિલ્હી #ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સત્તાધીશ સમાજવાદી પાર્ટીની સાયકલ છેવટે અખિલેશ યાદવના હાથમાં આવી છે. મુલાયમસિંહનો તખ્તો પલટાઇ ગયો છે અને સમાજવાદી પાર્ટીનું સુકાન અખિલેશના ખેમામાં આવતાં હવે અહીં મહાગઠબંધન આડેના વિધ્નો પણ દુર થતા દેખાઇ રહ્યા છે. યૂપી ચૂંટણીમાં હવે આરએલડી, સપા અને કોંગ્રેસનું મહાગઠબંધન રચાવાની સંકેત ઉજળા બન્યા છે. કોંગ્રેસને 89 અને આરએલડીને 20 બેઠકો મળે એવી સંભાવના પ્રબળ જોવાઇ રહી છે.

અહીં નોંધનિય છે કે, સપા અને કોંગ્રેસમાં મહાગઠબંધનની વાતો લાંબા સમયથી ચાલી રહી હતી. પરંતુ પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય ખેંચમતાણને લીધે આ મહાગઠબંધનની રચના આડે વિધ્નો હતો. પરંતુ હવે અખિલેશ મહાગઠબંધન માટે તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે. મુલાયમસિંહ મહાગઠબંધનને લઇને વિરોધમાં ચાલતા હતા પરંતુ હવે અખિલેશ મહાગઠબંધનને આખરી આપવાની તૈયારીમાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશ ચૂંટણી જંગ: અખિલેશને મળી સાયકલ, મહાગઠબંધનના સંકેત ઉજળા, શું છે વિગત? જાણો

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી સભાનો પ્રારંભ થઇ રહ્યો છે. આજથી પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનું શરૂ થઇ ગયું છે.

અહીં નોંધનિય છે કે, સમાજવાગી પાર્ટીમાં ચાલી રહેલા સંઘર્ષ બાદ છેવટે મુલાયમસિંહ જુથને કારમી ઠોકર ખાવાનો વારો આવ્યો છે. અખિલેશ જુથનો વિજય થયો છે. પ્રજા, કાર્યકરો અને છેવટે ચૂંટણી પંચે પણ એ તરફી નિર્ણય આપ્યો છે. સમાજવાદી પાર્ટીનું ચિહ્ન સાયકલ પણ અખિલેશને મળી છે અને ચૂંટણી પંચે પણ માન્યું છે કે, અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર