છેવટે પિતા પર પુત્ર ભારે, અખિલેશનો વિજય, શિવપાલ, મુલાયમ છોડશે પાર્ટી

Jan 06, 2017 09:20 AM IST | Updated on: Jan 06, 2017 09:20 AM IST

નવી દિલ્હી #સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલ આંતરિક ડખો હવે શમતો નજર આવી રહ્યો છે. છેવટે પિતા પર પુત્ર ભારે પડ્યો છે. અખિલેશ યાદવ સામે મુલાયમસિંહે ઘૂંટણ ટેક્યા છે અને અખિલેશની તમામ શરતોનો સ્વીકાર કર્યો છે. જેને પગલે શિવપાલ અને મુલાયમસિંહ પાર્ટી છોડશે અને ચૂંટણીમાં ટિકિટ વહેંચવાની કામગીરી અખિલેશ જ સંભાળશે.

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા 2017ના મેદાને જંગનો શંખ ફૂંકાઇ ગયો છે પરંતુ આ બધા વચ્ચે સત્તાધીશ સમાજવાદી પાર્ટીમાં આંતરિક ડખો ચરમસીમાએ પહોંચતાં રાજકારણ ગરમાયું હતું. જોકે હવે આ આંતરિક ડખો જાણે શમતો દેખાઇ રહ્યો છે.

છેવટે પિતા પર પુત્ર ભારે, અખિલેશનો વિજય, શિવપાલ, મુલાયમ છોડશે પાર્ટી

સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે પિતા મુલાયમસિંહે નમતું જોખવું પડ્યું છે. બે ભાગમાં વહેંચાઇ ગયેલી સમાજવાદી પાર્ટી હવે ધીરે ધીરે એક મંચ પર આવતી દેખાઇ રહી છે. કહેવાઇ રહ્યું છે કે મુલાયમસિંહે પુત્ર અખિલેશની તમામ શરતો માનવી પડી છે અને તેઓ ભાઇ શિવપાલ સાથે પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામા આપશે.

અખિલેશ અને મુલાયમ જુથ અલગ થતાં સમાજવાદી પાર્ટીના ચિહ્ન સાયકલ માટે પણ બંને જુથ ચૂંટણી પંચમાં પહોંચ્યા હતા અને ચિહ્ન માટે પોતાનો દાવો ઠોક્યો હતો. પરંતુ હવે એવું કહેવાય છે કે, મુલાયમ નરમ પડતાં અખિલેશ જુથ સાયકલના ચિહ્નથી ચૂંટણીમાં ઝંપલાવશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર