95 કેદીઓની સજા માફી, ભાગવત ગીતા આપી કરાયા મુક્ત

Feb 07, 2017 03:44 PM IST | Updated on: Feb 07, 2017 03:44 PM IST

અમદાવાદઃગત 26મી જાન્યુઆરીએ દ્વારા વિવિધ જેલોમાં સજા ભોગવતા 439 કેદીઓને સજામાફી રાજ્ય સરકાર દ્વારા કરાઇ છે. પ્રજાસત્તાક પર્વના એક દિવસ અગાઉ આજે રાજ્ય સરકારે આ જાહેરાત કરી કેદીઓના પરિવારને મોટી ભેટ આપી હતી. ત્યારે આજે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી સજામાફ કરાયેલા 95 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. 80મહિલાઓ અને 15 પુરુષને મુક્ત કરાયા છે.જેલના IGP જેબલિયાર ભાગવત ગીતા આપી કેદીઓને મુક્ત કર્યા છે.વિદાય સમયે જેલના અધિકારીઓ અને કેદીઓ ભાવુક થયા હતા.સેન્ટ્રલ જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

કેદીઓને લેવા માટે વહેલી સવારથી જપોતાના ઘરેથી પરિવારજનો આવ્યા હતાં. લાંબા સમય બાદ જેમને જોઈને આંખો ભીની થઈ ગઈ હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે 80 પુરુષ અને 15 મહિલા કેદીઓને છોડવામાં આવ્યા હતાં. 1 વાગ્યાની આસપાસ 95 કેદીઓને છોડવામાં આવ્યા હતાં. જેના કારણે પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જેલના પોલીસ કર્મચારીઓ કેદીઓને મોઢું મીઠું કરાવ્યું હતું.

95 કેદીઓની સજા માફી, ભાગવત ગીતા આપી કરાયા મુક્ત

સુચવેલા સમાચાર