સાધ્વી જયશ્રીગીરીનો ભાંડાફોડ, સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા, જાણો

Feb 03, 2017 01:21 PM IST | Updated on: Feb 03, 2017 01:21 PM IST

બનાસકાંઠા #બહુચર્ચિત સાધ્વી જયશ્રીગીરી કેસમાં વધુ ચોંકાવનારી ખુલાસા સામે આવ્યા છે. એક સમયે સાધ્વીની નિકટ ગણાતા ચિરાગ રાવલ બાદ હવે સાધ્વીના પૂર્વ પતિએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

બનાસકાંઠામાં 5 અને અમદાવાદમાં એક ફરિયાદ

સાધ્વી જયશ્રીગીરીનો ભાંડાફોડ, સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા, જાણો

સાધ્વીના આશ્રમમાંથી સવા કરોડની કેશ અને સોનું મળી આવ્યા બાદ સાધ્વીના અસલી ચહેરાનો પર્દાફાશ થયો હતો. જે મામલે દિવસે દિવસે વધુને વધુ ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. બનાસકાંઠામાં પાંચ અને અમદાવાદમાં એક છ ફરિયાદ સાધ્વી વિરૂધ્ધ નોંધાઇ છે જેમાં પોલીસે છેતરપિડીં અને ઠગાઇ સહિત બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વ્યાજ લીધા 6 લાખ, ચુકવ્યા 22 લાખ રૂપિયા

આ સંજોગોમાં સાધ્વીના નિકટ ગણાતા ચિરાગ રાવલે પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચિરાગનું કહેવું છે કે કરોડો રૂપિયાની કેશ અને સોનું સહિત જે મુદ્દામાલ પકડ્યો છે એ બધુ જ સાધ્વીનું છે. સાધ્વી પાસેથી મેં છ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે મેં 22-23 લાખ રૂપિયા ચુક્યા છે. સાધ્વી દ્વારા છેલ્લા કેટલાક સમયથી મને ટોર્ચર કરવામાં આવતો હતો.

એ પહેલેથી જ ફટકેલ હતી : પૂર્વ પતિનો આક્ષેપ

સાધ્વીના પૂર્વ પતિ બળદેવગીરી હવે મેદાનમાં આવ્યા છે. ઇટીવી પ્રદેશ18 સાથેની વાતચીતમાં સાધ્વીના પૂર્વ પતિ બળદેવગીરીએ ચોંકાવનારા અને ગંભીર આરોપ મુક્યા છે. તેમણે કહ્યું કે, લગ્નના દોઢ બે વર્ષમાં જ છુટાછેડા લીધા હતા. એ વારંવાર ઘરેથી ભાગી જતી હતી. એ પહેલેથી જ ફટકેલ હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર