સુરતઃઆરટીઓ કચેરીમાં જંગી ફી વધારાનો આમઆદમી પાર્ટી દ્વારા વિરોધ

Mar 01, 2017 08:24 PM IST | Updated on: Mar 01, 2017 08:24 PM IST

સુરતઃ ગુજરાતમાં આરટીઓ કચેરી દ્વારા વાહન રજીસ્ટ્રેશન સહિત વિવિધ સેવાઓમાં 300 ટકા સુધીના ફી વધારાને લઇ વાહન ચાલકો પર બોજ પડ્યો છે ત્યારે પ્રજાલક્ષી પ્રશ્નને ઉઠાવીને આમઆદમી પાર્ટી દ્વારા સુરતમાં આજે વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે અને ફી વધારો પરત લેવા માંગણી કરાઇ છે.

રાજયની તમામ RTO કચેરીમાં લેવાતી વિવિધ 879 જેટલી ફીમાં જંગી વધારો અમલી બન્‍યો છે. રાજયના વાહન વ્‍યવહાર વિભાગે પરિપત્ર બહાર પાડીને RTOની ફીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. વાહનના રજિસ્‍ટ્રેશનથી લઈને વાહનની લોન દાખલ કરવા સહિતની વિવિધ ફીમાં ૩૦૦૦ ટકા સુધીનો વધારો ઝીંકી દેવાયો છે. નવા વાહનની નોંધણી માટે લેવામાં આવતી ફીમાં પણ જંગી વધારો કરાયો છે.

સુરતઃઆરટીઓ કચેરીમાં જંગી ફી વધારાનો આમઆદમી પાર્ટી દ્વારા વિરોધ

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર