RTE:આવતીકાલથી ઓનલાઇન ફોર્મ ભરાશે,વડોદરામાં 4400 બાળકોને અપાશે પ્રવેશ

Feb 20, 2017 04:56 PM IST | Updated on: Feb 20, 2017 04:56 PM IST

વડોદરાઃRTE એકટ અંતર્ગત ગરીબ બાળકોને શાળામાં પ્રવેશ આપવાની પ્રક્રિયા પ્રથમ વખત સરકારે ઓનલાઈન કરી છે.વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કચેરીએ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. વાલીઓ બાળકના પ્રવેશ માટે 21 ફેબ્રુઆરી થી 20 માર્ચ સુધી www.rtegujarat.org વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે.સરકારે પ્રવેશ પ્રક્રિયામાં થતી ગેરરીતી અટકાવવા માટે વાલીઓના હિતમાં નિર્ણય તો લીધો છે.

rti act1

RTE:આવતીકાલથી ઓનલાઇન ફોર્મ ભરાશે,વડોદરામાં 4400 બાળકોને અપાશે પ્રવેશ

આરટીઈ એકટ હેઠળ ધોરણ 1માં ગરીબ બાળકોને શાળામાં અત્યાર સુધી ઓફલાઈન ફોર્મ ભરી પ્રવેશ અપાતો હતો.જેને લઈ વારંવાર પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતીનો આક્ષેપ થતો હતો.ત્યારે હવે સરકારે આરટીઈ એકટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરી છે.આવતીકાલથી આરટીઈ એકટ હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.ત્યારે વડોદરા ડીઈઓ કચેરીએ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જોડાયેલા તમામ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.ઉપરાંત ડીઈઓએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિવિધ શાળામાં 20 સેન્ટરો શરૂ કર્યા છે.

વડોદરામાં આરટીઈ એકટ હેઠળ બાળકોને મળેલ પ્રવેશ

વર્ષ બાળક

2013-14 89

2014-15 800

2015-16 1900

2016-17 3000

2017-18 4400 (ચાલુ વર્ષે પ્રવેશ અપાશે)

સુચવેલા સમાચાર