RTE:60 હજારની સામે 1.25 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ માગ્યો

Mar 16, 2017 02:15 PM IST | Updated on: Mar 16, 2017 02:15 PM IST

ગાંધીનગરઃગરીબ અને મધ્યવર્ગીય વિદ્યાથીઓને નામાકિત શિક્ષણ પુરુ પાડતી શાળાઓમાં મફત પ્રવેશ આપી અને શિક્ષણ પુરુ પાડવા સરકાર દ્વારા કાયદો અમલમાં છે. વર્ષ 2009 માં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો અમલી કરવામાં આવ્યો હતો. જો કે ગુજરાત સરકારે દર વર્ષે આરટીઆઇ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવાનુ શરુ કર્યુ પરતુ વર્ષ 2017માં રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રકિયામાં ગુજરાત સરકારે ફેરફાર કરીને સમગ્ર પ્રવેશ પ્રકિયા પારર્દશક રહે તે માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મની કામગીરી હાથ ધરી છે. નોધનીય છે કે, ગરીબ બાળકોને રાજ્યની નામાકિય સ્કુલોમાં આરટીઇ અંતર્ગત મફત પ્રવેશ મળે છે.

જો કે રાઇટ ટુ એજયુકેશન હેઠળ ગુજરાત સરકાર માત્ર 60 હજાર વિદ્યાથીઓને પ્રવેશ આપવાનુ નક્કી કર્યુ છે. પરતુ 60 હજારની પ્રવેશની સામે ઓનલાઇન 1 લાખ 25 હજાર ફોર્મ ભરવામાં આવ્યા છે. પરતુ કેટલાક લોકો ધ્વારા આ પ્રવેશ પ્રકિયામાં કોઇ ગરીબ બાળકને પ્રવેશમાં અન્યાય ન થાય તે માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

RTE:60 હજારની સામે 1.25 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ માગ્યો

ત્યારે સરકારે પણ ગરીબ અને જરુરિયાત મદ બાળકને સહેલાઇથી પ્રવેશ મળી રહે તે દિશામાં કાર્યકરીને પ્રવેશ હાસલ કરનાર તમામ વિદ્યાથીઓના ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરીને વિદ્યાથીઓને પ્રવેશ આપવામાં આવશે.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર