ગંગા યમુનાને જીવિત વ્યક્તિનો દરજ્જો આપવા હાઇકોર્ટનો આદેશ

Mar 21, 2017 08:36 AM IST | Updated on: Mar 21, 2017 08:36 AM IST

નવી દિલ્હી #ઉત્તરાખંડ હાઇકોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચૂકાદો આપતાં દેશની બે પવિત્ર નદીઓ ગંગા અને યમુનાને જીવિત વ્યક્તિનો દરજ્જો આપવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ રાજીવ શર્મા અને ન્યાયમૂર્તિ આલોક સિંહની એક ખંડપીઠે પોતાના આદેશમાં બે પવિત્ર નદીઓ ગંગા અને યમુના સાથે જીવિત માનવની જેમ વ્યવહાર કરવાનો આદેશ કર્યો છે.

એડવોકેટ એમસી પંતની દલીલોની સહમતિ વ્યક્ત કરતાં કોર્ટે આ મામલે ન્યૂઝીલેન્ડની વાનકૂઇ નદીનું પણ ઉદાહરણ આપ્યું જેને પણ આ પ્રકારનો દરજ્જો આપેલો છે.

ગંગા યમુનાને જીવિત વ્યક્તિનો દરજ્જો આપવા હાઇકોર્ટનો આદેશ

હરિદ્વાર નિવાસી મોહમ્મદ સલીમ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની આ અરજીમાં કોર્ટે દહેરાદૂનના જિલ્લાધિકારીને ઢકરાનીમાં ગંગાની શક્તિ નહેર સાથેના દબાણોને પણ 72 કલાકમાં દુર કરવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે જો આનું પાલન કરવામાં નહીં આવે તો એમને સસ્પેન્ડ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર