અમદાવાદઃરિક્ષા ચાલકની હત્યા કરનાર બાબાખાન સહિત ત્રણ ઝડપાયા

Feb 21, 2017 03:34 PM IST | Updated on: Feb 21, 2017 03:34 PM IST

અમદાવાદઃઅમદાવાદના શાહપુર વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને શાહપુર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. શાહપુર ચકલા વિસ્તારમાં રિક્ષા ચાલકો વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલીમાં ઈમ્તિયાઝ ઉર્ફે પલ્લી નામના શખસની હત્યા થઈ હતી.

શાહપુર ચકલામાં છેલ્લા ઘણા સમયથી પાલડી, જુહાપુરા જવા માટે શટલ રિક્ષાઓ ચાલી રહી છે. જેમાં ગત રવિવારના રોજ મુસાફરને બેસાડવાની બાબતે ઝગડો થયો હતો. જેમાં ઈમ્તિયાઝ ઉર્ફે પલ્લી નામના રિક્ષા ચાલકની અન્ય બાબાખાન નામના રિક્ષા ચાલક સાથે તકરાર થઈ હતી. જેમા બાબાખાનએ તેમના ભાઈ અને પિતાને બોલાવીને મગાળપારેખના ખાંચા સામે હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. જે અંગે શાહપુર પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદઃરિક્ષા ચાલકની હત્યા કરનાર બાબાખાન સહિત ત્રણ ઝડપાયા

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર