મહેસૂલ પ્રધાને મનાવી 'દિવ્યાંગ' ધુળેટી, પાઠવી સૌને શુભેચ્છાઓ

Mar 13, 2017 06:06 PM IST | Updated on: Mar 13, 2017 11:06 PM IST

ગાંધીનગર #રાજ્યના શિક્ષણ અને મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે ગાંધીનગર બીએસએફ ખાતે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. અમદાવાદ અને ગાંધીનગરના દિવ્યાંગ બાળકો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી.

દિવ્યાંગ બાળકોને પરિવારનું સાનિધ્ય મળે તેવા વાતાવરણમાં આ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બીએસએફ આઇજી અજય તોમર અને શિક્ષણ સચિવ સુનયના તોમર હાજર રહ્યા હતા.

મહેસૂલ પ્રધાને મનાવી 'દિવ્યાંગ' ધુળેટી, પાઠવી સૌને શુભેચ્છાઓ

તેમણે રાજ્યના નાગરીકોને તહેવારની શુભેચ્છાઓ આપી હતી. તમામ લોકો માટે પર્વ ખુશીઓ લઇને આવે તેવી શુભકામના પાઠવી હતી. બીએસએફના જવાનો જો કે સુકમામાં નકસલી હુમલાને લઇને ધૂળેટીની ઉજવણી નહોતી કરી.

સુચવેલા સમાચાર