BSNLના કર્મચારીઓ પેન્શન અને પ્રમોશનને લઈ ધરણા પર

Apr 28, 2017 04:47 PM IST | Updated on: Apr 28, 2017 04:47 PM IST

અમદાવાદમાં સીજી રોડ ખાતે આજે બીએસએનએલ ઓફિસ પાસે 700 કર્મચારીઓએ ધરણાં પ્રદર્શન કરી પેન્સન સહિત પ્રમોશનને લગતી પોતાની માંગ રજુ કરી હતી. આજે બીએસએનલનાં ઉચ્ચ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી.

જ્યાં મધ્યપ્રદેશ  મહારાષ્ટ્ર દિલ્હી છત્તીસગઢ  સહિતના રાજ્યોના અધિકારીઓ બીએસએનએલની હેડ ઓફિસે આવી પહોંચતા ગુજરાતના BSNLના તમામ કર્મચારીઓના એકઝક્યુટીવ કમીટિએ દેખાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ તમામ કર્મચારીઓની માંગ હતી કે તેમની બઢતી કરવામાં આવે સાથે જ તેમના આવકધોરણ માટે પણ અધિકારીઓ ધ્યાન આપે.

BSNLના કર્મચારીઓ પેન્શન અને પ્રમોશનને લઈ ધરણા પર

સુચવેલા સમાચાર