જવાનની વ્યથા: સીઆરપીએફ કેમ્પમાં મરેલા મુરઘાનું મીટ પીરસાય છે

Jan 13, 2017 12:57 PM IST | Updated on: Jan 13, 2017 12:57 PM IST

નવી દિલ્હી #બીએસએફ જવાન તેજ બહાદુર યાદવના ખરાબ ખાવાના વીડિયો બાદ સેનામાં હડકંપ જેવી સ્થિતિ છે ત્યારે વધુ એક સીઆરપીએફ જવાને પોતાની વ્યથા ઠાલવી છે. સીઆરપીએફના પૂર્વ જવાને ઓફિસરો પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, કેમ્પમાં મરેલા મુરઘાનું મીટ ખાવા આપવામાં આવે છે.

આ જવાન રાજસ્થાનના બારા જિલ્લામાં અટરૂ વિસ્તારના આલમપુરાનો રહેવાસી છે અને એનું નામ સંતોષકુમાર મીણા છે. કિડની ફેલ થવાના કારણે સંતોષ છેલ્લા એક મહિનાથી પથારીવશ છે. સંતોષ 2 ફેબ્રુઆરી 2006માં સીઆરપીએફમાં ભરતી થયો હતો. જેણે ખરાબ ખાવાનું અને અધિકારીઓ દ્વારા કરાતા શોષણથી તંગ આવીને 19 જુલાઇ 2010માં નોકરી છોડી દીધી હતી.

જવાનની વ્યથા: સીઆરપીએફ કેમ્પમાં મરેલા મુરઘાનું મીટ પીરસાય છે

તેમણે કહ્યું કે, સીઆરપીએફમાં કમિશનખોરી થાય છે. જેને પગલે જવાનોને મરેલા મુરઘાનું મીટ અને ધનેરાવાળા લોટની રોટલીઓ ખાવા આપવામાં આવે છે.

એટલું જ નહીં સૈનિકો માટે આવતા ખાવાના સામાનને મોટા અધિકારીઓ બજારમાં વેચી દેતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

સંતોષે કહ્યું કે, આ પ્રકારનો અનુભવ મારી સાથે પણ થયો છે. અધિકારીઓ દ્વારા ઘણું શોષણ કરાતું હતું અને એને પગલે જ તંગ આવીને નોકરી છોડી હતી.

તેમણે કહ્યું કે, મારી નોકરી છોડ્યા બાદ કિડની ફેઇલ થઇ ગઇ. ઓપરેશન માટે પણ પૈસા ઉછીના લાવ્યો છું. જેને કારણે મારી પત્નિ, બે બાળકો અને માતા-પિતાને ભૂખે મરવાનો વારો આવ્યો છે.

અહીં નોંધનિય છે કે, આ મામલે સંતોષે ઘણીવાર સીઆરપીએફની હેડ ઓફિસમાં જઇને નોકરી દરમિયાનની બાકી રહેતા લ્હેણા માટે રજુઆત કરી છે. પરંતુ હજુ સુધી કોઇ ધ્યાન આપવામાં આવતું નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર