68મો ગણતંત્ર દિવસ: રાજપથ પર દેખાશે સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક વિવિધતાની વિરાસત, જુઓ LIVE પરેડ

Jan 26, 2017 09:36 AM IST | Updated on: Jan 26, 2017 10:13 AM IST

નવી દિલ્હી #દેશમાં આજે 68મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. ગણતંત્ર દિવસની પરેડમાં સૈન્ય તાકાત અને દેશનો સાંસ્કૃતિક વિવિધતાની વિરાસત જોવા મળશે. ઉપરાંત યૂએઇના 149 પ્રેસિડેંશિયલ ગાર્ડ, એરફોર્સ, નેવી, આર્મી અને બેન્ડની ટીમો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ટીમ રાજપથ પર રાષ્ટ્રપતિને સલામી આપશે. આ વર્ષે ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ તરીકે અબુધાબીના શહેજાદા મોહમ્મદ બિન જાયદ નાહયાન ઉપસ્થિત રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે. તેઓ 9-30 કલાકે અમર જવાનોને જ્યોતિ જઇને શહીદોને શ્રધ્ધાંજલિ આપશે. ત્યારબાદ સવારે 10 વાગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ધ્વજ લહેરાવી પરેડને સલામી આપશે.

68મો ગણતંત્ર દિવસ: રાજપથ પર દેખાશે સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક વિવિધતાની વિરાસત, જુઓ LIVE પરેડ

 

વિજય ચોકથી લાલ ચોક સુધી પરેડ, જુઓ LIVE

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર