થાનગઢ કેસઃસંજયપ્રસાદનો રિપોર્ટ જાહેર કરવાની માંગ હાઇકોર્ટે ફગાવી

Apr 04, 2017 06:29 PM IST | Updated on: Apr 04, 2017 06:29 PM IST

વર્ષ 2012માં સુરેન્દ્રનગરના થાનગઢમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ત્રણ દલિત યુવકોના મોતના કેસમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટી રાહત આપી છે.આ કેસમાં સિનિયર આઈએસએસ સંજય પ્રસાદે કરેલી તપાસનો રિપોર્ટ જાહેર કરવાની માગ કરતી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

હાઈકોર્ટનુ અવલોકન છે કે આ અરજી સ્પેશ્યિલ ક્રિમિનલ એપ્લિકેશન તરીકે ટકવાપાત્ર નથી.સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે સંજય પ્રસાદનો  તપાસ રિપોર્ટ રાજ્ય સરકાર પાસે ત્રણથી વધુ વર્ષોથી રહેલો છે.રાજ્ય સરકાર શા માટે આ રિપોર્ટને દબાવી રહી છે.આ રિપોર્ટને જાહેર કરવામાં આવે.

અરજદારને હક છે કે, તેના દીકરાનુ મૃત્યુ થવા પાછળનુ કારણ શું છે.બીજી તરફ હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે સંજય પ્રસાદે કરેલી તપાસનો રિપોર્ટ વિધાનસભા પાસે રહેલો છે.જો આ રિપોર્ટ જાહેર કરવાનો આદેશ કરવામાં આવશે તો વિધાનસભા ગૃહના વિશેષાધિકારનો ભંગ થશે.

થાનગઢમાં પોલીસ ગોળીબારમાં 3 દલિત યુવકનો મામલો

સંજય પ્રસાદના તપાસ રિપોર્ટને જાહેર કરવાની માગ કરતી અરજી ફગાવાઈ

હાઈકોર્ટે ફગાવી અરજી

હાઈકોર્ટનુ અવલોકન

આ અરજી ટકવા પાત્ર નથી

સંજય પ્રસાદ રાજ્ય સરકારના વરિષ્ઠ આઈએએસ અધિકારી

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર