રિલાયન્સ પરિવારના નીતા અંબાણીએ દ્વારકાધીશના દર્શન કર્યા

May 20, 2017 11:31 AM IST | Updated on: May 20, 2017 11:31 AM IST

રિલાયન્સ પરિવારના નીતા અંબાણી આજે દ્વારકા પહોચ્યા હતા. તેમણે દ્વારકાધીશના દર્શન કર્યા હતા.મુંબઈ ઈન્ડીયન્સએ જીત મેળવ્યા બાદ નીતા અંબાણીએ ફરી દ્વારકાધીશના દર્શન કર્યા છે. બે દિવસ પહેલા પણ તેઓ દર્શનાર્થે આવ્યા હતા.નીતા અંબાણી IPLની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના માલિક છે. મુંબઇ ચોથીવાર IPLની ફાઈનલમાં પહોંચ્યું છે.

નોધનીય છે કે,મુંબઈએ કોલકાતાને 6 વિકેટે પરાજય આપ્યો છે.કોલકાતાને હરાવી IPL-10ની ફાઈનલમાં મુંબઈ પ્રવેશ્યુ છે.ચોથીવાર મુંબઈ IPLની ફાઈનલમાં પહોંચ્યું છે.રવિવારે મુંબઈ અને પુણે વચ્ચે IPL10ના ટાઈટલનો જંગ ખેલાશે.21મીએ હૈદરાબાદ ખાતે રાત્રે 8 વાગે ફાઈનલ રમાશે. ત્રીજીવાર IPLમાં વિજેતા બનવાની મુંબઈની આશા જીવંત છે

રિલાયન્સ પરિવારના નીતા અંબાણીએ દ્વારકાધીશના દર્શન કર્યા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર