લાલબત્તી પર લગામઃસીએમ રૂપાણીએ જાતે ઉતારી લાલબત્તી

Apr 20, 2017 02:28 PM IST | Updated on: Apr 20, 2017 04:49 PM IST

લાલબત્તી પર લગામ આવી ગઇ છે ત્યારે આજે સીએમ વીજય રૂપાણીએ પોતાની ગાડી પરની લાલબત્તી જાતે હટાવી હતી અને કેન્દ્રના નિર્ણયને સમર્થન કર્યું હતું. આ ઉપરાંત અનેક મંત્રીઓએ પણ પોતાની કાર પરથી લાલબત્તી દૂર કરી હતી.સીએમ રૂપાણીએ કાર્યક્રમમાં જાતે લાલ બત્તી ઉતારી હતી.

વલસાડના ધરમપુર ખાતે વોકેશનલ તાલીમ કેન્દ્રનાં લોકાર્પણ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી પહોચ્યા હતા. 1 મેથી અમલ શરૂ થાય તે પહેલાં જ ગુજરાતમાં મુખ્યમંત્રીએ સ્કોર્પિયો પરથી જ લાલ લાઇટ ઉતારી રાજ્યના તમામ વીઆઇપીઓને કડક સંદેશો જારી કરી દીધો હતો. ધરમપુર ખાતે ગુરૂવારે ઓઝરપાડામાં પબ્લિક પાર્ટનરશિપ હેઠળ નિર્માણ કરાયેલા વોકેશનલ તાલીમ કેન્દ્રના મકાનનું લોકાર્પણ કરવા આવેલા સીએ વિજય રૂપાણીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોની હાજરીમાં પોતાની ગાડી પરથી લાલ લાઇટ ઉતારી દીધી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર