કયા કારણોસર રજનીકાંત નથી ઉજવી શકયા તેમનો બર્થ-ડે

Dec 10, 2016 02:12 PM IST | Updated on: Dec 10, 2016 02:13 PM IST

રજનીકાંતે ચાલુ સાલે તેમનો બર્થ-ડે નહીં ઉજવવા માટે નિર્ણય કર્યો હતો. જો કે તેમના આ નિર્ણયને લઈ તેમના ચાહકોમાં નારાજગી જોવા મળી હતી. તેઓએ સૌને અપીલ કરી હતી કે આ સમયે કોઈ જાતના બેનરો કે પોસ્ટરો કોઈ ન લગાવે.,

12મી ડિસેમ્બરે રજનીકાંત 66 વર્ષની ઉંમરે પહોંચી ગયા છે. તેમના આ નિર્ણય પાછળ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલીતાના દેહાંતથી તેઓ દુ:ખી હતા અને તેમને શ્રધ્ધાંજલી આપવા રૂપે રજનીકાંતે આ નિર્ણય લીધો હતો. અમ્માના દેહાંત બાદ તેઓ શ્રધ્ધાંજલી આપવા રાજાજી હોલમાં પણ ગયા હતા.

કયા કારણોસર રજનીકાંત નથી ઉજવી શકયા તેમનો બર્થ-ડે

તેમનો જન્મદિવસ ઉજવવાને લઈ તેમના પ્રસંશકોને કોઈ પ્રકારના બેનર કે પોસ્ટરો લગાવવા પર પણ અપીલ કરી હતી. 5મી ડીસેમ્બરે એઆઈએડીએમના ચીફ જયલલીતાએ એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતાં રાજયમાં 16 ડીસેમ્બર સુધી શોકનું એલાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2015માં ચેન્નાઈમાં આવેલ પૂરને લઈને પણ તેઓએ દુ:ખ વ્યકત કર્યુ હતું. જો કે, હાલ રજનીકાંત તેમની આગામી ફિલ્મ 2.0ના શુટિંગમાં વ્યસ્ત બન્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર