ભારત માટે ચીનનો ડબલ ચહેરો, આડકતરી રીતે સાધ્યું નિશાન

Oct 10, 2016 03:09 PM IST | Updated on: Oct 10, 2016 03:30 PM IST

નવી દિલ્હી #ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત પ્રવાસ પહેલા ચીને આતંકી અજહર મસૂદને લઇને ફરી પોતાનું પોત પ્રકાશ્યું છે. ચીને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રમાં જૈશ એ મોહમ્મદ પ્રમુખ મસૂદ અજહર પર પ્રતિબંધ લગાવવાના ભારતના અભિયાન મામલે ચીને કહ્યું કે, આતંકવાદનો સામનો કરવાના નામે કોઇએ રાજકીય ફાયદો ઉઠાવવો ના જોઇએ.

ચીને કહ્યું કે, તે એનએસજીમાં ભારતની એન્ટ્રીને લઇને વાતચીત કરવા માટે તૈયાર છે. પરંતુ અજહર પર પ્રતિબંધના નામે કોઇને ફાયદો ઉઠાવવાનો વિરોધ કરે છે. આ સપ્તાહે શીના ભારત પ્રવાસ પહેલા ચીને મીડિયા બ્રીફિંગ દરમિયાન પોતાનું વલણ જાહેર કર્યું છે.

ભારત માટે ચીનનો ડબલ ચહેરો, આડકતરી રીતે સાધ્યું નિશાન

ચીનના ઉપ વિદેશ મંત્રી લી બાઓદોંગે શીના આ સપ્તાહના ભારતના પ્રવાસ દરમિયાન અંગે મીડિયાને જાણકારી આપતાં આ વાત કહી હતી. તેમણે 48 સભ્યોના એનએસજીમાં નવા સભ્યો સામેલ કરવા પર સર્વ સંમતિ બનાવવા પર ભાર મુક્યો હતો. શું ભારતને પ્રવેશ આપવાના મામલે પુછાયેલા સવાલના જવાબમાં લીએ કહ્યું કે, નિયમાનુંસાર એનએસજીમાં નવા સભ્યોને સામેલ કરવા માટે સર્વ સંમતિ થાય એ જરૂરી છે.

જ્યારે લીને પરમાણું વ્યાપારિક ક્લબમાં ભારતના સામેલ થવા અંગે ચીનના નકારાત્મક વલણ અંગે સવાલ પુછાતાં તેમણે કહ્યું કે, આ નિયમો પર ચીન એકલું નિર્ણય નથી કરતું. આ મુદ્દે ચીન અને ભારત વચ્ચે સારા સંબંધ છે અને સર્વસંમતિ સાધવા માટે અમે ભારત સાથે વાતચીત કરવા માટે તૈયારી છીએ. અમને આશા છે કે આ અંગે ભારત એનએસજીના અન્ય સભ્યો સાથે પણ વાત કરશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સપ્તાહે ભારત આવશે. ભારતમાં તે ગોવામાં થનાર બ્રિક્સ સંમેલનમાં હાજરી આપશે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર 13થી17 ઓક્ટોબર દરમિયાન શી સૌથી પહેલા કંબોડિયા જશે, ત્યારબાદ બાંગ્લાદેશ જશે અને અંતમાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે ગોવા આવશે.

ગોવામાં શીની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓ સાથે થશે. જેમાં બિમ્સટેક (બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મ્યાંમાર અને થાઇલેન્ડ)ના રાષ્ટ્ર પ્રમુખ પણ હશે. આ બધાને ગોવા સંમેલન માટે આમંત્રિત કરાયા છે.

આ બેઠકમાં બ્રિક્સ દેશોમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને આફ્રિકા સહિત 11 દેશોના રાષ્ટ્ર પ્રમુખો જોડાશે. બ્રિક્સ સંમેલન 15 ઓક્ટોબરથી શરૂ થશે અને બીજા દિવસે એનું સમાપન થશે. જેમાં બિમ્સટેક દેશો ભાગ લેશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર