એટીએમમાંથી હવે રૂ.10 હજાર ઉપાડી શકાશે, આરબીઆઇએ મર્યાદા વધારી

Jan 16, 2017 06:27 PM IST | Updated on: Jan 16, 2017 06:27 PM IST

નવી દિલ્હી #દેશમાં નોટબંધી લાગુ કર્યાને ત્રણ મહિના બાદ ભારતીય રિઝર્વ બેંકે લોકોને આજે મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. હવે એટીએમમાંથી 10 રૂપિયા ઉપાડી શકાશે. જે અગાઉ રૂ.4500ની મર્યાદા હતી.

નોટબંધી મુદ્દે લેટેસ્ટ ગાઇડલાઇન બહાર પાડતાં રિઝર્વ બેંકે આજે આ એલાન કર્યું છે. હવેથી લોકો એટીએમમાંથી દરરોજ રૂપિયા 10 હજાર સુધી ઉપાડી શકશે. જોકે સપ્તાહમાં હજુ રૂ.24000 ઉપાડવાની મર્યાદા યથાવત રાખવામાં આવી છે.

એટીએમમાંથી હવે રૂ.10 હજાર ઉપાડી શકાશે, આરબીઆઇએ મર્યાદા વધારી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર