નોટબંધીના 100 દિવસ બાદ આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલે શું કહ્યું? જુઓ એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ

Feb 17, 2017 12:18 PM IST | Updated on: Feb 17, 2017 03:40 PM IST

નવી દિલ્હી #રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું કે, બધા સહમત છે કે નોટબંધીથી ભારતીય અર્થવ્યવસ્થા સાફ થઇ છે. એના લાંબાગાળે સારો ફાયદો જોવા મળશે. નોટબંધી માત્ર 500 અને 1000ની જુની નોટને માત્ર રદ કરવાનું જ ન હતું. એના કેટલાય અન્ય ઉદ્દેશ હતા. જેનાથી આપણી અર્થવ્યવસ્થા મજબૂત બનશે.

મોદી સરકારે 8મી નવેમ્બરની રાતથી નોટબંધીનું એલાન કર્યું અને એના 100 દિવસ પૂરા થયા છે. નેટવર્ક 18ના ગ્રુપ એડિટર રાહુલ જોશી સાથે એક્સક્લુસિવ વાતચીતમાં આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું કે, મોંઘવારીમાં વધારો ઇંધણમાં થયેલા વધારાને પગલે થયો છે. તેમણે માન્યું કે નોટબંધીથી કેટલીક ચીજ વસ્તુઓની કિંમતો પર એની જરૂર અસર પડી છે. આ સંજોગોમાં મોંઘવારી દરને 4 ટકા રાખવાનો છે કે જેનાથી સામાન્ય માણસોની જીંદગી સારી થઇ શકે.

આરબીઆઇ ગવર્નર પદ સંભાળ્યા બાદ ઉર્જિત પટેલે પહેલીવાર કોઇ ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો છે. આ ઇન્ટરવ્યૂ તમે શુક્રવારે રાતે 8-30 કલાકે અને 10-00 કલાકે સીએનબીસી ટીવી 18 ન્યૂઝ ચેનલ પર જોઇ શકો છો.

આરબીઆઇ ગવર્નરે કહ્યું કે સરકાર જલ્દીથી વધી રહેલી મોંઘવારી પર કાબુ કરશે. આ માટે પગલાં ભરવામાં આવ્યા છે અને આગામી કેટલાક દિવસોમાં મોંઘવારી દર ચાર ટકા સુધી આવી જશે.

આ ઇન્ટરવ્યૂમાં પટેલે કહ્યું કે, દુનિયાભરમાં કોમોડિટીની કિંમતોમાં ઉછાળો આવ્યો છે જેની અસર પણ અર્થ વ્યવસ્થા પર પડી છે. અમને આશા છે કે પહેલા છ માસમાં મોંઘવારી દર 4.5થી 5 ટકા વચ્ચે રહેશે. આમ પણ અમારો પહેલો ઉદ્દેશ મોંઘવારી દરને 4 ટકાની નીચે લાવવાનો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર