બનાસકાંઠાનો ધ ગ્રેટ ખલી, કેન્દ્રીય મંત્રીના હસ્તે કરાયું સન્માન

Jan 04, 2017 02:55 PM IST | Updated on: Jan 04, 2017 02:55 PM IST

પાલનપુરઃભારતમાં WWE નો સુપરસ્ટાર ધ ગ્રેટ ખલી એવો સ્પોર્ટ્સ પર્સન છે કે જેને  ભારતીયો જાણે છે ત્યારે ધ ગ્રેટ ખલી સાથે રવિ પ્રજાપતિ હાલમાં બનાસકાંઠાનું નામ રોશન કરી રહ્યો છે. ત્યારે આજે તેનું કેન્દ્રીય રાજ્ય પ્રધાનના હસ્તે વિશેષ સન્માન કરાયું હતું.પાલનપુર તાલુકાના આકેસણ ગામમાં રહેતો રવિ  દશરથભાઈ પ્રજાપતિને નાનપણથી જ અભ્યાસમાં રૂચિ ઓછી અને કંઇક કરવાની તમન્ના વધુ હતી.

khali fren01

બનાસકાંઠાનો ધ ગ્રેટ ખલી, કેન્દ્રીય મંત્રીના હસ્તે કરાયું સન્માન

માત્ર ટીવી ના પડદે ભારતીય કુસ્તિબાજ  ખલીને જોવાનો અદ્દભૂત  શોખ હતો  પરંતુ  આ શોખ એક દિવસ હક્કીકત બનશે તેવો વિચાર રવિ  અને તેના પરિવાર પણ ન હ્તો. ધોરણ નવમાં નાપાસ થયા બાદ તેને ઇન્ટરનેટ માધ્યમ  થી ધ ગ્રેટ ખલી પોતાની રેસલિંગ એકેડમીમાં રવિ પ્રજાપતિએ  લેવલે નામ રોશન કરતા આજે કેન્દ્રીય રાજ્ય પ્રધાન  ચૌધરીના હસ્તે વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો સહીત ગ્રામજનો એ રવિ પ્રજાપતિને ફુલહાર સહીત મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે રવિ પ્રજાપતિએ સ્થાનિક લોકો સહીત તમામ ભારતવાસીઓને એકરૂપ થવાની હાકલ કરી  તમામ યુવાનોને નશાથી દૂર રહેવાની સલાહ આપી હતી.આ પ્રસંગે બોલતા કેન્દ્રીય રાજય પ્રધાન હરિભાઈ ચૌધરી એ સ્થાનિક યુવક દ્વારા મેળવેલી સિદ્ધિ ને બિરદાવી હતી તેમજ રવિ પ્રજાપતિ દ્વારા આવનારા  સમય માં વિશ્વ લેવલે સિદ્ધિ મેળવવાની આશા વ્યક્ત કરી હતી.

સુચવેલા સમાચાર