મકરસંક્રાતિએ પવન બદલાયો: ગુજરાતની રણજીમાં ઐતિહાસિક જીત, ચેમ્પિયન મુંબઇને હરાવ્યું

Jan 14, 2017 03:50 PM IST | Updated on: Jan 14, 2017 04:26 PM IST

ઇન્દોર # મકરસંક્રાતિએ પવન બદલાયો અને ગુજરાતે ઇતિહાસ સર્જ્યો. સાડા છ દાયકા બાદ રણજીની ફાઇનલમાં પહોંચેલી ગુજરાતની ટીમે આજે પોતાનું પાણી બતાવ્યું અને નવો કિર્તિમાન સ્થાપ્યો સાથોસાથ 41 વખતના ચેમ્પિયન એવા મુંબઇને પાંચ વિકેટે કારમો પરાજય આપ્યો.  ગુજરાત ક્રિકેટ ટીમે રણજી ટ્રોફીની ફાઇનલમાં ચેમ્પિયન મુંબઇને હરાવી આજે ઇતિહાસ રચ્યો છે. પહેલી વાર રણજીમાં ચેમ્પિયન બન્યું છે. ગુજરાતે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહેલી મેચમાં મુંબઇને પાંચ વિકેટે હરાવ્યું છે.

66 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચેલી ગુજરાતની ટીમે આજે જાદુ કરી બતાવ્યો છે. જેમાં કેપ્ટન પાર્થિવ પટેલનો મહત્વનો ફાળો છે. પાર્થિવ પટેલે 143 રનની ઇનિંગને કારણે ગુજરાતે 312 રનનો લક્ષ્યાંક પાંચ વિકેટના ભોગે પુરો કર્યો હતો.

મકરસંક્રાતિએ પવન બદલાયો: ગુજરાતની રણજીમાં ઐતિહાસિક જીત, ચેમ્પિયન મુંબઇને હરાવ્યું

ગુજરાતની આ જીત સાથે રણજી ફાઇનલમાં સૌથી મોટો લક્ષ્ય સફળતા પૂર્વક પાર કરવાનો આ નવો રેકોર્ડ પણ બન્યો છે. આ પહેલા હૈદરાબાદે 1937-38માં નવાનગર વિરૂધ્ધ 310 રનનો લક્ષ્યાંક વટાવી જીત મેળવી હતી.

Gujurat-Champion

પાર્થિવ પટેલે મનપ્રીત જુનેજાની સાથે ચોથી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી જીત અપાવી હતી. જુનેજાએ 115 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. જુનેજાના આઉટ થતાં પાર્થિવ પટેલે રજુલ ભટ્ટ સાથે પાંચમી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી.

parthiv-patel

પાર્થિવ પટેલે 196 બોલમાં 24 ચોગ્ગાની મદદથી 143 રન બનાવ્યા હતા. રજુલ ભટ્ટે 27 રન અને ચિરાગ ગાંધી 11 રન બનાવી અણનમ રહ્યો હતો. મુંબઇ માટે બલવિંદર સિંધૂએ બે વિકેટ લીધી, અભિષેક નાયર, શાર્દુલ ઠાકુર અને અખિલ હેરવાડકરને એક એક વિકેટ મળી હતી.

ranji_champion

સંક્ષિપ્ત સ્કોર :

મુંબઇનો પ્રથમ દાવ: 228 ઓલ આઉટ (પૃથ્વી શો 71 રન)

ગુજરાત પ્રથમ દાવ : 328 ઓલ આઉટ (પાર્થિવ પટેલ 90 )

મુંબઇ બીજો દાવ : 411 ઓલ આઉટ (અભિષેક નાયક 91 રન)

ગુજરાત બીજો દાવ : 5 વિકેટ પર 313 રન (પાર્થિવ પટેલ 143 રન)

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર