રામજસ વિવાદ LIVE: ડીયૂ, જેએનયૂના છાત્રો કરશે પ્રદર્શન, અરવિંદ કેજરીવાલ મળશે રાજ્યપાલને

Feb 28, 2017 10:59 AM IST | Updated on: Feb 28, 2017 11:02 AM IST

નવી દિલ્હી #રામજસ કોલેજ બહાર હિંસાને લઇને વિવાદ ઉગ્ર બની રહ્યો છે. રાજકીય રંગ પણ વધુ તીવ્ર બની રહ્યો છે, રાજકારણ ઉગ્ર બનતાં ભલે પોતાની જાતને આ વિવાદથી દુર રાખવાનો ગુરમેહરે પ્રયાસ કર્યો છે પરંતુ આ મુદ્દે આજે પણ દિવસ ગરમાગરમીનો બનવાના આસાર છે.

રામજસ કોલેજ બહાર હિંસા અને એબીવીપી વિરૂધ્ધ આજે ડીયૂ અને જેએનયૂના છાત્રો અને શિક્ષકો આજે ખાલસા કોલેજથી આર્ટ ફેકલ્ટી સુધી પ્રદર્શન કરવાના છે. વામદળોના છાત્રો આ પ્રદર્શનને પગલે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

રામજસ વિવાદ LIVE: ડીયૂ, જેએનયૂના છાત્રો કરશે પ્રદર્શન, અરવિંદ કેજરીવાલ મળશે રાજ્યપાલને

વિવાદીત આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બપોરે રાજ્યપાલને મળવાના છે તો બબિતા ફોગટે આ મામલે કહ્યું છે કે, જે પોતાના દેશના હકમાં વાત ના કરી શકે એ અંગે વાત કરવી ઠીક છે ખરી? ગુરમેહરની વાતને લઇને છાત્રો મોટી સંખ્યામાં એની તરફેણમાં સામે આવી રહ્યા છે તો સામે વિરોધનો સૂર પણ ઉઠવા પામ્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર