રામજસ LIVE: ગુરમેહરના દાદાએ કહ્યું, અમારે રાષ્ટ્રભક્તિ સાબિત કરવાની જરૂર નથી

Feb 28, 2017 03:38 PM IST | Updated on: Feb 28, 2017 03:38 PM IST

નવી દિલ્હી #રામજસ કોલેજ બહાર હિંસા અને લેડી શ્રીરામ કોલેજની વિદ્યાર્થીની ગુરમેહર કૌરની સોશિયલ પોસ્ટથી ઉઠેલા વિવાદથી હંગામો થયો છે. વામપંથી છાત્રો એબીવીપી વિરૂધ્ધ પ્રદર્શન કરી રહ્યા તો રાજકીય પક્ષોથી લઇને બોલીવુડ અને રમત જગતની હસ્તીઓ પણ આ મામલે કૂદી પડી છે અને પોતાની પતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.

રામજસ વિવાદ પર ડીયૂ છાત્રોના પ્રદર્શનમાં જેએનયૂના આઇશા અને ટીચર્સ એસોસિએશન પણ જોડાયા છે. અંદાજે 800 છાત્રો આ પ્રદર્શનમાં જોડાયા છે. જેને પગલે કોલેજને ચોફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

રામજસ LIVE: ગુરમેહરના દાદાએ કહ્યું, અમારે રાષ્ટ્રભક્તિ સાબિત કરવાની જરૂર નથી

વિવાદીત આ મામલે રાજકારણથી લઇને ખેલ જગતની હસ્તીઓ પણ કૂદી છે ત્યાં ગુરમહેર કૌરના દાદાએ કહ્યું કે, મારી પૌત્રીએ કંઇ જ ખોટું નથી કીધું, અમે પંજાબીઓ તો દેશ માટે જાન આપીએ છીએ, અમારે કોઇના કહેવા પર રાષ્ટ્રભક્તિ સાબિત કરવાની જરૂર નથી.

રામજસ વિવાદ, કોર્ટેનો ઇન્કાર

રામજસ કોલેજમાં દેશ વિરોધી નારા લગાવવાના મામલે ફરિયાદ નોંધવા અને કાર્યવાહીની માંગ સાથે કરાયેલી અરજીની સુનાવણી મામલે તીસ હજારી કોર્ટે ઇન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે, આના કરતાં અન્ય ઘણા મહત્વના અને જરૂરી કેસ અમારી પાસે સુનાવણી માટે પડ્યા છે. તમે આવા પ્રકારની અરજી લઇ કોર્ટમાં કેમ આવો છો, જોકે કોર્ટે આ મામલે વધુ સુનાવણી 6ઠ્ઠી માર્ચ પર રાખી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર