પાર્ટીના બે લોકોએ ષડ્યંત્ર રચ્યું,ટિકિટ ફાળવણીમાં મનમાની કરીઃરામગોપાલ

Jan 01, 2017 12:30 PM IST | Updated on: Jan 01, 2017 01:18 PM IST

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અધિવેશનમાં રામગોપાલ યાદવે કહ્યુ હતું કે,આ ઈમરજન્સી અધિવેશન છે.પાર્ટીના બે લોકોએ ષડ્યંત્ર રચ્યું છે. ટિકિટ ફાળવણીમાં પ્રદેશ અધ્યક્ષે મનમાની કરી છે.

જ્યારે સમાજવાદી પાર્ટીના અધિવેશનમાં અખિલેશ યાદવે નિવેદન કર્યુ હતું કે,નેતાજીએ મને બનાવ્યો અને જવાબદારી સોંપી છે. વધુ એક વખત સરકાર બનાવવાની જવાબદારી આપી છે. નેતાજીનું સન્માન વધુ કરીશ.ષડ્યંત્ર રચનારાઓ વિરુદ્ધ ઉભા રહીશું.અમારી સરકાર બનાવવા માટે દરેક વર્ગ તૈયાર છે.પિતા-પુત્રનો સંબંધ કોઈ તોડી નથી શકતું.નેતાજીનું સ્થાન સૌથી ઉંચુ છે.

નોધનીય છે કે,અખિલેશ યાદવને SPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા છે. અખિલેશને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પાસ કરાયો છે. SPના અધિવેશનમાં રામગોપાલ યાદવે જાહેરાત કરી છે.મુલાયમસિંહને પાર્ટીના સંરક્ષક બનાવવામાં આવ્યા છે.શિવપાલ યાદવને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા છે.અમરસિંહને SPમાંથી બરતરફ કરાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર