પાંચ જ દિવસમાં કોંગ્રેસમાં જોડાયેલાં રાજુ સોલંકીની 'ઘર વાપસી'

Nov 10, 2017 07:03 PM IST | Updated on: Nov 10, 2017 07:03 PM IST

ભાવનગરનાં ભાજપ નેતા રાજુ સોલંકી પાંચ દિવસ પહેલાં જ કોંગ્રેસ જોડાયા હતા. માંધાતા ગ્રુપના ચેરમેન રાજુ સોલંકીએ પાંચ દિવસની અંદર જ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો અને ઘર વાપસી કરી છે. આ સાથે કોંગ્રેસનાં સમિકરણ પર પાણી ફરી ગયુ છે. ભાવનગરને ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યારે કોળી સમાજમાં પકડ ધરાવતા રાજુ સોલંકીને પાર્ટીમાં સમાવીને કોંગ્રેસ આ બેઠકો પર ભાજપને મોટો ઝાટકો આપવા માગતી હતી પરંતુ પાંચ દિવસમાં રાજુ સોલંકી પુનઃ ભાજપમાં આવી જતાં કોંગ્રેસને ઝાટકો પહોંચ્યો છે.

ભાજપમાં જોડાયા બાદ રાજુ સોલંકીએ કહ્યું હતું કે કોંગ્રેસે મને પુરષોત્તમભાઇ સોલંકી વિરુદ્ધ ચૂંટણી લડવાની ઓફર કરી હતી, જેનાથી મને દુઃખ પહોંચ્યુ છે. કોંગ્રેસે જે રણનીતિ અપનાવી તેનાથી દુઃખ પહોંચ્યું હોવાથી કોંગ્રેસને અલવિદા કહીં ફરી ભાજપમાં જોડાયો છું. નોંધનીય છેકે, ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ક્ષેત્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં કોંગ્રેસમાં જોડાતી વખતે રાજુ સોલંકીએ કહ્યું હતું કે ભાજપમાં કોઇ જવાબ આપતું નથી અને હવે તો ફરી એ જ પાર્ટી સાથે જોડાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર