રાજકોટઃટાઈમ બોમ્બમાં વાપરવામાં આવેલી બેટરી લાવનાર વિક્રેતાનું નામ ખૂલ્યું

Feb 19, 2017 10:37 AM IST | Updated on: Feb 19, 2017 10:37 AM IST

રાજકોટઃખોડિયારનગરમાંથી તાજેતરમાં ચાર કિલોનો ટાઇમ બોમ્બ મળી આવ્યો હતો. જો કે નસીબ જોકે આ બોમ્બમાં ખામી રહી જતા તે ફુટ્યો ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. આ બોમ્બ ફુટ્યો હોત તો નજીકના વિસ્તારોમાં મોટી જાનહાની સર્જાઇ શકે તેમ હતી.

રાજકોટઃટાઈમ બોમ્બમાં વાપરવામાં આવેલી બેટરી લાવનાર વિક્રેતાનું નામ ખૂલ્યું

જો કે પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા તપાસ તેજ બનાવાઇ છે ત્યારે ટાઈમ બોમ્બમાં વાપરવામાં આવેલી બેટરી લાવનાર વિક્રેતાનું નામ ખૂલ્યું છે.બેટરી પ્રિમીયર ઓટો સેલ્સ નામની પેઢીમાંથી ખરીદવામાં આવી હતી.

પોલીસે વિક્રેતા અને ત્યાં નોકરી કરતા શખ્સની પૂછપરછ હાથ ધરી છે.નોકરી કરતા શખ્સને ક્રાઈમબ્રાંચના અધિકારીએ ઢોર માર માર્યાનો આક્ષેપ કરાયો છે. યુવાનના બંને પગમાં ફ્રેક્ચર તેમજ હાથના ભાગે ઈજા પહોચી છે.યુવાન સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર