કાશ્મીરના પથ્થરબાજોનું રાજકોટમાં બજરંગ દળે પુતળુ બાળી કર્યો વિરોધ

May 02, 2017 01:27 PM IST | Updated on: May 02, 2017 01:27 PM IST

રાજકોટમાં બજરંગ દળ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરાયું હતું. જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારા કરનારાઓનો વિરોધ કરી ત્રિકોણબાગ ખાતે પૂતળા દહન કરાયું છે.છેલ્લા ત્રણ ચાર દિવસથી જમ્મુ-કાશ્મીરમાં તંગદીલી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સેનાના જવાનો પર પથથરો ફેકવામાં આવી રહ્યા છે.

કાશ્મીરના પથ્થરબાજોનું રાજકોટમાં બજરંગ દળે પુતળુ બાળી કર્યો વિરોધ

ત્યારે સમગ્ર ઘટનાને લઈને આજે રાજકોટમાં બજરંગદળ દ્વારા પત્થરબાજોનું પુતળા દહન કર્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેરના ત્રિકોણબાગ ખાતે બજરંગદળના કાર્યકરો અને આગેવાનો દ્વારા સુત્રોચાર કરીને પથ્થરબાજોના પુતળા દહન કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર