રાજકોટ મહાનગર પાલિકાને આવાસ યોજનાની શ્રેષ્ઠ બેસ્ટ ડીઝાઈનનો એવૉર્ડ

Apr 26, 2017 08:23 AM IST | Updated on: Apr 26, 2017 08:23 AM IST

રાજકોટ મહાનગર પાલિકાને આવાસ યોજનાની શ્રેષ્ઠ બેસ્ટ ડીઝાઈનનો એવૉર્ડ

રાજકોટ

 મહાનગર પાલિકાને આવાસ યોજનાની શ્રેષ્ઠ બેસ્ટ ડીઝાઈન અનુસંધાને આજે નવી દિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં શહેરી વિકાસ મંત્રી વૈંકેયા નાયડુના હસ્તે મ્યુનીસીપલ કમિશ્નર બંછાનીધી પાનીને એવોર્ડ આપવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાને 'ઇકો ફ્રેન્ડલી, કોસ્ટ ઇફેકટીવ અર્બન હાઉસીંગ, ઇનોવેટીવ ઇમર્જિંગ એન્ડ ડિઝાસ્ટર રેઝીસ્ટન્સ હાઉસીંગ' કેટેગરીમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે. મનપા દ્વારા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સહકાર થાય તે માટે જુદી જુદી યોજનાઓ હેઠળ આવાસ યોજનાની કામગીરી હાથ ધરી છે.

જેમાં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ આશરે ૬૦૦૦ જેટલા આવાસો બનાવવામાં આવી રહયા છે. દિલ્હીની હાઉસીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ દ્વારા જુદી જુદી પાંચ કેટેગરીમાં એવોર્ડ આપવાની યોજના કરેલી હતી અને એવોર્ડ પસંદગી માટે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતોની કમીટી બનાવામાં આવી હતી. આ કમીટીમાં આર્કિટેક, અર્બન પ્લાનર, સ્ટ્રકચર ડિઝાઈનર વગેરે જેવા તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ દેશમાં પ્રથમ નંબર માંલેવ્યો છે જે રાજકોટ શહેર માટે ગૌરવની બાબત છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર