કારકુનને કાયમી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ રૂ.25000ની લાંચ માગી

Feb 09, 2017 03:00 PM IST | Updated on: Feb 09, 2017 03:00 PM IST

રાજકોટઃરાજકોટમાં શિક્ષણ જગતને ફરી એક વાર કાળો ડાઘ લાગ્યો છે. પરંતુ આ વખતે જે ડાઘ લાગ્યો છે તેને કોઈ કાળે ધોઈ શકાય તેવો નથી. છ મહિના પહેલા રાજકોટની ધર્મેન્દ્ર સિંહ કોલેજના પ્રિન્સિપાલ રૂ. 6500ની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે તો રાજકોટનુ શિક્ષણ જગત શર્મસાર થયુ જ હતુ. પરંતુ આજે જે ઘટના બનવા પામી છે તે તો ખુબ નિંદનિય છે. ખુદ શિક્ષણ અધિકારી લાંચ લેતા પકડાયા છે.

એસીબીએ ટ્રેપ ગોઠવી હતી જેમાં રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી શોક કુમાર નારણભાઈ ચૌધરી તેમજ એક નિવૃત એજ્યુકેશન ઈન્સપેકટર એચ.એમ દવે લાંચ લેતા ઝડપાયા છે.સુરજીતકુમાર પઢીયાર નામના કારકુન પાસેથી કાયમી કરવા માટે રૂ. 25000 હજારની લાંચ માંગી હતી. સુરજીતકુમા ફિક્સ પગારમાં કામ કરતા હતા. ત્યારે તેમનો ફિક્સ પગારનો સમયગાળો પુરો થવા જઈ રહ્યો હતો. ત્યારે તેમને કાયમી કરવાનો ઓર્ડર કાઢવા માટે તેમની પાસેથી રૂ. 25000 ની લાંચ માંગવામાં આવી હતી.

કારકુનને કાયમી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ રૂ.25000ની લાંચ માગી

પોલિસના જણાવ્યા મુજબ સુજીત પઢીયારને કાયમી કરાવવા માટેની તમામ ગોઠવણ નિવૃત એજ્યુકેશન ઈન્સપેકટર એચ.એમ. દવે દ્વારા કરી દેવામાં આવી હતી. જે સમયે એચ.એમ દવે દ્વારા લાંચ માંગવામાં આવી હતી. ત્યારે તેઓ મોરબી કાર્યરત હતા તો સાથો સાથ હાલના જિલ્લા શિક્ષણ અધિકારી ચૌધરી પણ તે સમયે મોરબી કાર્યરત હતાં.

હાલ તો પોલિસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ આવતીકાલે બંનેને કોર્ટમાં પણ રજુ કરશે તો સાથો સાથ રીમાન્ડની પણ માંગણી કરશે. ત્યારે પોલિસ આ મામલે આ આરોપીઓ પર કેટલો સંકજો વધુ કશે છે તે જોવુ મહત્વનુ રહેશે. કારણકે સુત્રોનુ માનિયે તો સુજીત પઢીયાર જેવા કેટલાંય નિર્દોષો પાસેથી એચ.એન દવે અને ચૌધરી દ્વારા લાંચ માંગવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર