રાજકોટઃCCTV તોડ્યા, ગેસકટરથી ATM કાપી રૂ.18 લાખ તસ્કરો લઇ ગયા

Mar 08, 2017 04:34 PM IST | Updated on: Mar 08, 2017 04:34 PM IST

રાજકોટઃ રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા એક્સિસ બેંકના એટીએમને ગેસ કટરથી કાપી અને તસ્કરોએ રૂ.18.30 લાખ તફડાવી લીધા છે. ત્યાર બાદ શખ્સો ફરાર થઇ ગયા છે. પોલીસને થતા આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 ગત મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ શહેરના કેદારનાથ સોસાયટી પાસે આવેલ એક્ષિસ બેંકના એટીએમ ત્રણ જેટલાં શખ્સોએ ગેસ કટ્ટરનો ઉપયોગ કરી સૌ પ્રથમ તો એટીએમ તોડ્યુ ત્યારબાદ તેમા રહેલા 18.30 લાખ રૂપિયાની ચોરી કરી નાસી છુટ્યા હતા. તો એક્સિસ બેંકના એટીએમ સીસીટીવી પણ તોડી નાખ્યા હતા. જો કે ઘટનાની જાણ થતાં પોલિસ ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કવોડ, ટેકનિકલ સેલ તેમજ એફએસએલની મદદ લિધી હતી.

રાજકોટઃCCTV તોડ્યા, ગેસકટરથી ATM કાપી રૂ.18 લાખ તસ્કરો લઇ ગયા

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર