2.0ની શુટિંગમાં રજનીકાંત ઘાયલ થયા : પગે ગંભીર ઈજા

Dec 04, 2016 02:59 PM IST | Updated on: Dec 04, 2016 02:59 PM IST

ફિલ્મ 2.0ના એક ફાઈટ સીનમાં શોર્ટ આપી રહેલા સુપરસ્ટાર રજનીકાંતના પગમાં ઈજાઓ પહોંચી હતી. જેઓને કેલમ્પકમ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા ત્યારબાદ તેમને ઘરે જવા રજા મળી ગઈ હતી.

ટાઈમ્સ ઓફ ઇન્ડીયામાં પ્રસિદ્ધ થયેલ એક ખબર મુજબ રજનીકાંતના મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી તેઓ ઠીક છે અને તેમના ઘુંટણના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી છે. તેઓ રવિવાર સુધી ફરી શુટિંગ પર પરત ફરી શકે તેમ છે.

2.0ની શુટિંગમાં રજનીકાંત ઘાયલ થયા : પગે ગંભીર ઈજા

ફિલ્મ 2.0 જે 2010ની સાલમાં આવેલ સુપરહિટ તમિલ ફિલ્મ અંથિરનની સિક્વલ છે. આ ફિલ્મનું બજેટ રૂપિયા 350 કરોડ છે. અક્ષય આ ફિલ્મમાં એક વૈજ્ઞાનિક રિચર્ડની ભૂમિકા નિભાવી રહ્યા છે. ત્યારે હવે રજનીકાંત ફરી એક વખતે વૈજ્ઞાનિકની ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મનું નિદર્શન એસ.શંકરે કર્યુ છે. આ ફિલ્મમાં એમી જેક્સન, સુધાંશુ પાંડે અને આદીલ હુસેન મુખ્ય ભુમિકાઓમાં છે. ફિલ્મ 2.0 આવતા વર્ષે દિવાળી સુધીમાં થશે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર