આમીરખાન દ્વારા અપાયેલી કઇ ઓફર રજનીકાંતે ઠુકરાવી?

Dec 09, 2016 04:22 PM IST | Updated on: Dec 09, 2016 04:22 PM IST

સુપરસ્ટાર રજનીકાંતે કુશ્તી આધારિત ફિલ્મ દંગલમાં આમીર ખાને કરેલા રોલને તામિલ ફિલ્મમાં ડબ કરવા માટે ના પાડી દીધી હતી. કહેવાય છે કે આ માટે આમીરખાને ખુદ ભલામણ કરી હતી.

રજનીકાંતના એક નજીકના સુત્ર દ્વારા જાણવા મળ્યુ હતુ કે, આમીરખાને ફિલ્મની સ્ક્રીનિંગ તેમજ દંગલમાં તેમના કિરદારને તામિલ ભાષામાં ડબ કરવા માટે રજનીકાંતને અનુરોધ કર્યો હતો. જો કે રજનીકાંતને આ ફિલ્મ પસંદ આવી પરંતુ ડબિંગ કરવા માટે તેઓએ વિનમ્રતા સાથે ના પાડી દીધી હતી.

આમીરખાન દ્વારા અપાયેલી કઇ ઓફર રજનીકાંતે ઠુકરાવી?

નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત થયેલ દંગલ જે મહાવીરસિંહ ફોગટની બાયોપિક છે. જેઓ પોતાની પૂત્રીઓ ગીતા ફોગટ અને બબીતાકુમારીને કુશ્તી શિખવે છે. ગીતા અને બબીતાએ 2010માં રાષ્ટ્રીય રમતમાં ભારત માટે ક્રમશ: ગોલ્ડમેડલ અને રજતપદ મેળવ્યુ હતું.

23 ડિસેમ્બરે આમીરખાન, વોલ્ડ ડિજની પિક્ચર્સ અને યુટીવી મોશન પિક્ચર્સ દ્વારા સંયુકત રૂપે રિલિઝ થશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર