આ છે ડિજીટલ ઇન્ડિયા!,નેતાજીને ન મળ્યુ સિગ્નલ, ઝાડ પર ચઢવું પડ્યુ

Jun 05, 2017 01:24 PM IST | Updated on: Jun 05, 2017 01:24 PM IST

આ છે ડિજીટલ ઇન્ડિયા!,નેતાજીને સિગ્નલ ન મળતા મોબાઇલ પર જરૂરી વાત કરવા માટે ઝાડ પર ચઢવું પડ્યુ હતું. આ બનાવ રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારનો છે.

arjun-ram-meghwal

આ છે ડિજીટલ ઇન્ડિયા!,નેતાજીને ન મળ્યુ સિગ્નલ, ઝાડ પર ચઢવું પડ્યુ

રાજસ્થાનના બિકાનેરમાં નાણા રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ પહોચ્યા હતા. ત્યારે તેમને મોબાઇલ પર જરૂરી વાત કરવા માટે ઝાડ પર ચઢવું પડ્યું હતું. એક તરફ ડિજીટલ ઇન્ડિયાની વાતો કરાય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પુરતુ મોબાઇલ સિગ્નલ પણ પહોચતા નથી. જો કે ગામ લોકો માટે તો આ નિત્યક્રમ બની ગયો છે. મોબાઇલમાં સિગ્નલ માટે ફાફા પડે છે. વૃક્ષ પર ચડ્યા બાદ જ ગામમાં મોબાઇલ નેટવર્ક મળે છે. ખુદ નેટવર્ક માટે નેતાજીએ ઝાડ પર ચઢવું પડ્યુ હતું.

કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અર્જુનરા મેઘવાલ રવિવારે રાજસ્થાનના બિકાનેર જિલ્લામા બીકાનેર શહેરથી 85 કિલોમીટર દૂર ધોલિયા ગામમાં હતા ત્યારે તેમણે જરૂરી વાત કરવા માટે મોબાઇલમાં સિગ્નલ ન હોવાથી ઝાડ પાસે સીડી મુકી ઉપર ચડવું પડ્યુ હતું.

જો કે કેન્દ્રીય મંત્રી ગ્રામ્ય વિસ્તારમાં લોકોની સમસ્યાઓ સાંભળવા પહોચ્યા હતા. ત્યારે ગામલોકોની કોઇ સમસ્યાના સમાધાન માટે ફોન પર વાત કરવાની ફરજ પડી હતી પરંતુ ગામમાં મોબાઇલ પર નેટવર્ક મળતુ નહતું. ત્યારે એક ઝાડ સાથે સીડી મુકી મંત્રીજીએ ઉપર ચડી સિગ્નલ મળતા વાત કરી હતી.

સુચવેલા સમાચાર