"રઇસ" જોયા બાદ લતીફના પુત્રએ કહ્યુ કોર્ટમાં સાબિત કરી બતાવીશું!

Jan 28, 2017 01:30 PM IST | Updated on: Jan 28, 2017 01:30 PM IST

અમદાવાદઃ લતીફના પુત્ર મુસ્તાક શુક્રવારે મોડી સાંજે શહેરના એક થિયેટરમાં રઇશ ફિલ્મ જોવા માટે પહોચ્યા હતાં.મુસ્તાક તેના મિત્ર અને કાકા એમ લગભગ 20 લોકોએ સાથે બેસીને રાત્રીના 9.30 વાગ્યાના શોમાં રઇશ મુવી જોયું હતું.લતીફની કથીત જીવનકથા પર આ ફિલ્મ બનાવવામાં આવ્યું છે.ત્યારે હકીકતમાં ફિલ્મમાં શું દર્શાવ્યું છે તે જોવા માટે તેઓ થિયેટરમાં પહોચ્યાં હતાં.

rais san

અમદાવાદના સીટી ગોલ્ડ થિયેટરમાં લતીફનો ફિલ્મ મુસ્તાક મિત્રોને લઇ ફિલ્મ રઇસ જોવા ગયો હતો. ફિલ્મ જોયા બાદ મુસ્તાકે કહ્યુ હતું કે, ફિલ્મ આખી મારા પિતા પર જ છે. હવે અમે કોર્ટમાં સાબિત કરીશું કે ફિલ્મ મારા પિતા પર જ છે. અમે કાનૂની કાર્યવાહી ચાલું રાખીશું.અમારી સાથે જે છેતરપિંડી કરવામાં આવી છે તેની પર અમારી લડત ચાલુ રહેશે.નોધનીય છે કે,ફિલ્મને લઈને લતિફના પુત્ર મુશ્તાકે હાઈકોર્ટમાં પડકારી છે અને કોર્ટના નિર્દેશ અનુસાર મુશ્તાક અને લતિફનો પરિવાર શુક્રવારે ફિલ્મ જોઈ હતી. જે હવે કદાચ કાનૂની જંગ કરી શકે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર