રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ,બેના મોત,વૃક્ષો-હોર્ડિંગ્સ ધરાશાયી

May 22, 2017 11:44 AM IST | Updated on: May 22, 2017 11:44 AM IST

રાજ્યના અનેક વિસ્તારોમાં ગઇકાલથી વિજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા છે.રાજ્યમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે એકાએક તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

અમદાવાદમાં વૃક્ષો ધરાશાયી થયા છે.વડોદરામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે.વડોદરામાં વાવાઝોડા સાથે વરસાદ પડતા બેનાં મોત થયા છે.વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ,બેના મોત,વૃક્ષો-હોર્ડિંગ્સ ધરાશાયી

વડોદરા, અમદાવાદ, કલોલમાં વરસાદ પડ્યો છે. સાણંદ,નડિયાદ,મહેમદાવાદ, વસોમાં પણ વરસાદ પડ્યો છે.ગાંધીનગરમાં કરા સાથે વરસાદ પડ્યો છે.સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વાવઝોડા સાથે વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે.વરસાદને કારણે લગ્નસ્થળો-જાહેર કાર્યક્રમોમાં દોડધામ મચી ગઈ હતી.

નર્મદામાં સોમવારે વહેલી સવારે મુશળધાર વરસાદ વરસ્યો હતો.વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા કેટલાક ઝાડ ધરાશાયી, લગ્નમંડપ પણ તૂટ્યા હતા.ખેતીમાં મોટાપાયે નુકસાન થયું છે. કેરીના પાકને નુકસાન થયું છે.

સમગ્ર અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.વાવાઝોડાનાં પગલે ઠેર-ઠેર ધુમ્મસ છવાયું છે.રસ્તા પર ધુમ્મસને કારણે રાહદારીઓને મુશ્કેલી પડી છે. નારોલ, વટવા ,વિશાલા સર્કલ, સરખેજ, ઇસનપુર સહિત વિસ્તારોમાં પવન ફૂંકાયો છે. જો કે આગ ઓકતી ગરમીથી ઠંડક શહેરીજનો રાહત અનુભવી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર