યુનિયને રેલવેના પરિપત્રની હોળી કરી ઉગ્ર આંદોલનની આપી ચિંમકી

Feb 06, 2017 09:02 PM IST | Updated on: Feb 06, 2017 09:02 PM IST

રાજકોટઃ રેલ્વે યુનિયન દ્વારા આજે સમગ્ર દેશમાં રેલ્વે બોર્ડ સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપ્યો હતો. જે અંતર્ગત રાજકોટ રેલ્વે યુનિયન દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલ્વે યુનિયનનો આક્ષેપ છેકે રેલ્વે બોર્ડ દ્વારા રેલ્વે યુનિયનના ભાગલા પડવાની નીતિ અપનાવવામાં આવી રહી છે અને સેફટી કેટેગરીમાં કામ કરતા કર્મચારીઓએ યુનિયનમાં હિસ્સો નહિ લેવા તેવો પરિપત્ર બહાર પડેલો છે.

rep paripatra1

યુનિયને રેલવેના પરિપત્રની હોળી કરી ઉગ્ર આંદોલનની આપી ચિંમકી

જેના વિરોધમાં આજે યુનિયન દ્વારા દેખાવો યોજી પરિપત્રની હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી દિવસોમાં જો આ મામલે યોગ્ય ઉકેલ નહિ આવેતો યુનિયન દ્વારા ઉગ્ર અંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

સુચવેલા સમાચાર