રેલવેના સેફટી વિભાગમાં 1 લાખ જગ્યા ખાલી,દરેક કર્મી ત્રણ લોકોનું કરે છે કામ

Jan 24, 2017 09:01 PM IST | Updated on: Jan 24, 2017 09:01 PM IST

અમદાવાદઃટ્રેન અકસ્મતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં જ દેશમાં થયેલા બેથી ત્રણ રેલ અકસ્માતમાં અનેક લોકોના મોત નીપજ્યા છે ત્યારે બીજી તરફ ચોકાવનારા આંકડા પણ સામે આવ્યા છે. અને અકસ્માત થયા બાદ તપાસના આદેશ આપવામાં આવે છે જો કે પહેલો સીધો ઈશારો લોકો પાયલોટ પર થાય છે કારણ કેજો કે કોઈ અકસ્માત લોકો પાયલોટની ભુલને કારણે થયો છે કેમ તેની તપાસ કરવામાં આવે છે.

ત્યારે વેસ્ટર્ન રેલવે ઈમ્પોયઈ યુનિયન દ્વારા જણાવવામાં આવ્યુ છે કે કર્મચારી કઈ રીતે કામ કરી રહ્યા છે તેની તપાસ ક્યારે થતી નથી.કારણ કે રેલવેના સેફટી વિભાગમાં જ 1 લાખ 20 જગ્યાઓ ખાલી પડી છે.જેના કારણે જે કામ કરી રહ્યા છે તેના પર કામનુ ભારણ વધી રહ્યુ છે અને સમય સર રજાઓ ન મળતા સતત દબાણ અને આરામ કર્યા વગર નોકરી કરી રહ્યા છે.

રેલવેના સેફટી વિભાગમાં 1 લાખ જગ્યા ખાલી,દરેક કર્મી ત્રણ લોકોનું કરે છે કામ

જેના કારણે કર્મચારીઓ પોતાનુ પર્ફોમન્શ બતાવી શકતા નથી અને સ્ટાફના કમીનો મુદ્દો ઘણો ગંભીર છે તેના પર સરકારે વિચાર કરવો જોઈએ

હતા.

 

સુચવેલા સમાચાર