રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા,હેલિકોપ્ટરથી ગંગાપુર જવા રવાના થયા

May 01, 2017 12:55 PM IST | Updated on: May 01, 2017 02:43 PM IST

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ બપોરે 12.30 કલાકે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા.ભરતસિંહ સોલંકી, અશોક ગેહલોત, શંકરસિંહ વાઘેલાએ સ્વાગત કર્યું હતું.રાહુલ ગાંધી હેલિકોપ્ટરથી ગંગાપુર જવા રવાના થયા છે.શંકરસિંહ વાઘેલા, અશોક ગેહલોત પણ રાહુલ ગાંધીની સાથે છે.

ગંગાપુરથી બાયરોડ દેવમોગરા પાંડુરી માતાના દર્શન કરશે.બપોરે દોઢ વાગ્યે રાહુલ ગાંધી દેવમોગરા પાંડુરી માતાના મંદિરે પહોંચ્યા છે. અહી દર્શન કરી આરતી ઉતારી હતી.દેવમોગરા બાદ બાયરોડ ગંગાપુર જશે.ગંગાપુરથી વિશેષ વિમાનમાં ડેડિયાપાડા ખાતે સભા સ્થળે પહોંચશે.

રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા,હેલિકોપ્ટરથી ગંગાપુર જવા રવાના થયા

ડેડિયાપાડામાં રાહુલ ગાંધી જનસભા સંબોધશે

સભા સ્થળે પહોંચ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધી થોડીવારમાં સભાને સંબોધિત કરશે

રાહુલ ગાંધીની સભામાં મોટીસંખ્યામાં જનમેદની ઉમટી

સેવાદળના 21 લોકોએ રાહુલ ગાંધીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું

કોંગ્રેસના ધારાસભ્યોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું

અહેમદ પટેલ, અશોક ગેહલોત, ભરતસિંહ સોલંકી સભા સ્થળે હાજર

શંકરસિંહ વાઘેલા, મધુસુદન મિસ્ત્રી, કુંવરજી બાવળીયા પણ ઉપસ્થિત

રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસેઆદિવાસી અધિકાર નવસર્જન સભામાં લાખોની મેદની ઉમટશે

ગરમીને લઈ પાંચ મોટા ડોમ તૈયાર કરાયા

દરેક ડોમમાં LED સ્ક્રીન મુકાઈ

વિધાનસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીની વિશાળ જનસભા

દક્ષિણ અને મધ્ય ગુજરાતના આદિવાસી સમાજના લોકો રહેશે ઉપસ્થિત

સભામાં અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી રહેશે ઉપસ્થિત

ગુરુદાસ કામત, શંકરસિંહ વાઘેલા રહેશે ઉપસ્થિત

સિદ્ધાર્થ પટેલ, કુશાભાઈ ચૌધરી સહિતના નેતાઓ રહેશે ઉપસ્થિત

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર