રાધેમાનુ વડાપ્રધાન, તલાક અને રામ મંદિર અંગે શુ કહેવુ છે ? જાણો

Apr 27, 2017 09:18 AM IST | Updated on: Apr 27, 2017 09:18 AM IST

 હમેશા અનેક વિવાદોમા ઘેરાતા વિવાદાસ્પદ ધર્મગુરુ રાધેમા છેલા બે દિવસ થી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ની મુલાકાત એ છે.આ નાનકડા પ્રદેશ ની પ્રથમ મુલાકાત વખતે રાધેમા પોતાના ભક્તોના કાફલા સાથે પ્રદેશ ના અંતરિયાળ આદિવાસી વિસ્તારો ના કેટલાક ગામો ની મુલાકાત લીધી હતી.આ ગામોની મુલાકાત દરમ્યાન રાધેમા અને તેમના ભક્તોએલોકો ને કપડા સહિત અન્ય જીવનજરૂરી ચીજ વસ્તુઓ નુ દાન કર્યુ હતુ.સાથે જરાધેમા એ ગામ ના  વિકાસ માટે રૂપિયા 50 હજાર ની સહાય નો ચેક અર્પણ કર્યો હતો અને આવનાર સમય મા પણ ગામ ના વિકાસ માટે સહાય ની ખાત્રી આપી હતી.

રાધેમા એ મીડિયા સાથે ની વાત મા દહેજ પ્રથા નો સખત વિરોધ કર્યો હતો અને દહેજ નુ દૂષણ સમાજ મા થી દૂર થવુ જોઇયે.સાથે જ તેઓએ છેલા કેટલાક સમય થી દેશ મા દેશ મા ધર્મસ્થાન પર  લાગેલ લાઉડ સ્પીકર ના મુદ્દે પણ નિવેદન આપ્યુ હતુ અને .તેઓ ના મતે મંદિર મસ્જિદ પર લાઉડ સ્પીકર ના હોવા જોઇયે અને આ મુદ્દે કાયદા નુ પાલન થવુ જોઇયે તેવો મત વ્યક્ત કર્યો હતો .

 રામ મંદિર અંગે શું કહ્યુ જાણો

 પોતાને મોટા ધર્મગુરુ કહેવડાવતા અને હમેશા વિવાદો મા રહેતા રાધેમા નવ અયોધ્યા મા રામ મંદિર બનવું જોઇયે કે નહી એ મુદ્દે રાજનીતિ દેખાઇ રહી છે અને અયોધ્યા મા રામ મંદિર બનાવવુએ શોખ નો વિષય લાગી રહ્યો છે અને જે લોકો ને શોખ છે એ લોકો એ ફાળો એકઠો કરી ને એ કરવુ જોઇયે તેવુ નિવેદન કરતા સૌ ચોકી ગયા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર