દશેરાની ઉજવણીઃ ફાફડા-જલેબી ખરીદવા લાંબી લાઈનો લાગી

Sep 30, 2017 11:56 AM IST | Updated on: Sep 30, 2017 01:09 PM IST

વડોદરાઃદશેરા પર્વની આજે સમગ્ર રાજયમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.ત્યારે અમદાવાદ,સુરત,રાજકોટ,  વડોદરામાં પણ વડોદરાવાસીઓ દશેરાની ઉજવણી કરી રહ્યા છે. દશેરા નિમિત્તે રાજયમાં લોકો ફાફડા-જલેબી આરોગે છે.ત્યારે વડોદરામાં સવારથી જ લોકોની ફાફડા જલેબી ખરીદવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.

વડોદરાવાસીઓ દશેરાએ અંદાજિત રૂ. 5 કરોડના ફાફડા જલેબી આરોગે છે.ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં  ભાવ વધારો હોવા છતાં ફાફડા જલેબી ખરીદવા લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, ફાફડાના ભાવમાં રૂ.60નો વધારો અને જલેબીના ભાવમાં રૂ.50નો વધારો.  રૂ.200ના કિલોના ભાવે વેચાઇ રહી છે જલેબી ઘીમાં રૂ.100નો વધારો.  ફાફડા જલેબી વેચતા વેપારી પણ ચાલુ વર્ષે ભાવ વધારો હોવા છતાં લોકોનો ભારે ઘસારો હોવાનું કહી રહ્યા છે. વડોદરામાં ફાફડા કિલો રૂ. 320, જલેબી કિલો રૂ. 200નો ભાવ રહ્યો હતો.

સુચવેલા સમાચાર